google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratછોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રી સભાઓ

છોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રી સભાઓ

- ડેડીયાપાડાના ચૈતર વસાવા પર જશું રાઠવાના આકરા પ્રહારો : ૭ તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આપ નો ચૈતર પણ પૂર્ણ થવાનો છે - ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભા માં લહેરાશે : જશુ રાઠવા - ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રીના સમયે પ્રચાર શરૂ કર્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવેરાજકીય પક્ષોએ રાત્રીના સમયે પ્રચાર શરૂ કર્યોછે.છોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રી સભાઓ શરૂ કરી છે.ડેડીયાપાડાના ચૈતર વસાવા પર જશું રાઠવાના આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ૭ તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આપ નો ચૈતર પણ પૂર્ણ થવાનો છે.ભાજપ નો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે.
લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કા નો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે ૭મી મે નાં રોજ ચૂંટણી થસે.ત્યારે હવે ચૂંટણી પ્રચાર નાં માત્ર ૨ દિવસ રહ્યા છે.ત્યારે તમામ.રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે અને હાલ ઉનાળા ના સમય માં લોકો ગરમી માં બહાર ન આવતા હવે રાત્રી ના સમયે પ્રચાર શરૂ કર્યો જોકે મતદારો ને રીઝવવા માટે તમામ પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે આજે નાંદોદ વિધાનસભા માં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશું રાઠવા સવારે ૭ વાગ્યા થી પ્રચાર માં લાગ્યા છે સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભા ના ધારાસભ્ય ડો દર્શના દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભા માંથી ૧ લાખ કરતા વધુ લીડ અપાવવા માટે કમર કરી છે રાજપીપલા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેરસભા ઓ યોજી રહ્યા છે અને લોકોના ઘરે ઘરે જઈ ને ખાટલા બેઠકો કરીને ફળિયામાં બેઠકો કરી પ્રચાર કરી રહ્યા છે અને જે નેતાઓ રાત પડે ને ઘરે જતા રહે છે પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર સહિત ગામડાઓ માં પ્રચાર તેજ કરી રહ્યા છે સાથે જિલ્લા ભાજપ પ્રમુખે પણ ડેડીયાપાડા ના ચૈતર વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ મહિનો ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને ૭ તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આપ નો ચૈતર પણ પૂર્ણ થવાનો છે એટલે ભાજપ નો ભગવો હવે ફરી ભરૂચ લોકસભા માં લહેરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!