google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં લગ્ન નોંધણી માટે વપરાતી ટિકિટોની અછતથી નાગરિકો હેરાન

ઝઘડિયા તાલુકામાં લગ્ન નોંધણી માટે વપરાતી ટિકિટોની અછતથી નાગરિકો હેરાન

- કોર્ટ દાવામાં વપરાતા સ્ટેમ્પ પણ ઝઘડિયા તાલુકામાં ઉપલબ્ધ નહીં હોય નાગરિકોએ ભરૂચ - અંકલેશ્વર સુધી સ્ટેમ્પ લેવા લંબાવવું પડે છે

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં સરકારી અરજીઓ માટે વપરાતી ટિકિટ,કોર્ટ ફીમાં વપરાતી, લગ્ન નોંધણી માટેની ટિકિટ ની અછત વર્તાઈ રહી છે તથા કોર્ટના દાવામાં વપરાતા સ્ટેમ્પ લેવા પણ અંકલેશ્વર ભરૂચ સુધી નાગરિકોએ લંબાવવું પડે છે.
મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં ખૂબ મોટા પ્રમાણ વિવિધ પ્રકારની અરજીઓ પર લગાવવાની ટિકિટો, લગ્ન નોંધણીની ટીકીટ વગેરે ની ભારે માંગ રહેતી હોય છે, ઉપરાંત કોર્ટ દાવામાં વપરાતા સ્ટેમ્પ પણ વધુ ઉપયોગમાં લેવાતા હોય છે, આવા સંજોગોમાં ઝઘડિયા તાલુકામાં અરજીઓ કરવા માટેની રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ, કોર્ટમાં દાવામાં વપરાતા સ્ટેમ્પ, લગ્ન નોંધણી માટેની ટિકિટોની અછત વર્તાઈ રહી છે,અછત વર્તાવા પાછળનું કારણ એ છે કે ઝઘડિયા તાલુકામાં લાયસન્સ ધારી સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુઅલ ની કામગીરી અટકી પડી છે, સામાન્ય રીતે ૩૧ માર્ચે પૂરા થતા વેન્ડર લાયસન્સ એપ્રિલ માસમાં રીન્યુ થઈ જતા હોય છે,પરંતુ છેલ્લા બે માસ જેટલા સમયથી આ સ્ટેમ વેન્ડરોના લાયસન્સ રીન્યુ થયા નથી,સ્ટેમ વેન્ડરના લાયસન્સ રીન્યુ નહીં થવાના કારણ બાબતે ઝઘડિયા નાયબ કલેકટરની કચેરીના જવાબદાર અધિકારી સાથે ટેલિફોનિક વાત થતા તેમણે જણાવ્યું હતું કે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ માટે તેમના પાસે તેમના નિભાવેલા રજીસ્ટર, પોલીસ એનઓસી,કમિશન રિપોર્ટ વિગેરેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ એક બે સ્ટેમ્પ વેન્ડરોને છોડી બાકીના સ્ટેમપ વેન્ડરોની માહિતી આવી નહીં હોય અને હાલમાં ઈલેક્શનની કામગીરીમાં પણ તેઓ જોડાયા હોય સ્ટેમ વેન્ડર લાયસન્સની રીન્યુ કામગીરી થઈ નથી,સ્ટેમ્પ વેન્ડરો પાસે માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ આવ્યે તેમના લાયસન્સ રીન્યુ થશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય એ બાબતે છે કે સ્ટેમ્પ વેન્ડરો દ્વારા જેટલા જલ્દી તેમને માંગેલા ડોક્યુમેન્ટ નાયબ કલેકટરની કચેરીમાં જમા કરાવે તેટલી જલ્દી કામગીરી થાય તેમ છે,છેલ્લા બે માસથી નાગરિકોએ પોતાની અરજીઓ લગાવવા માટેની ટિકિટો તથા દાવા ના કામમાં વપરાતા સ્ટેમ્પ માટે ભરૂચ અંકલેશ્વર સુધી દોડવું પડે છે,સ્ટેમ્પ વેન્ડરો નાયબ કલેકટર કચેરીના સંકલનમાં રહી માંગ્યા મુજબ ના ડોક્યુમેન્ટ જમા કરાવી ઝડપથી પોતાના લાયસન્સ રીન્યુ કરાવે તો નાગરિકોને પડતી હાલાકીનુ નિવારણ આવી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!