google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratઆદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાના મંદિરે સફાઈ અભિયાન

આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાના મંદિરે સફાઈ અભિયાન

- રાષ્ટ્રીય આદિવાસી મંચ તેમજ રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ મંચના સંયુક્ત ઉપક્રમે દેવમોગરા માતાના મંદિરની સફાઈ કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

મહાશિવરાત્રી પર્વ નજીક આવી રહ્યુ છે ત્યારે નર્મદા નર્મદા જિલ્લાના આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા ઉર્ફે દેવમોગરા માતાના મંદિરે મહાશિવરાત્રીએ આદિવાસીઓનો ભવ્ય મેળો ભરાય છે. આદિવાસીઓના આસ્થાના પ્રતિક રૂપે આ મંદિરે લાખોની સંખ્યામાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે.ત્યારે આ મંદિરની પવિત્રતા સ્વચ્છતા જળવાય એ માટે જાનકી આશ્રમના સંચાલક અને નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદાના ઉપપ્રમુખ સોનજી વસાવાએ ખૂબ સુંદર જહેમત ઉઠાવી દેવમોગરા મન્દિર સફાઈ અભિયાન આદર્યું છે.જેમાં આદિવાસી રૂઢિ પરંપરા અને જાણીવ જાગૃતિ આદિવાસી સંસ્થાન અને રાષ્ટ્રીય આદિવાસી મંચ તેમજ રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ મંચના સંયુક્ત ઉપક્રમે દેવમોગરા મંદિર પરિસર ની સફાઈ અભિયાન કરી મંદિરને સ્વચ્છ સુંદર અને પવિત્ર બનાવવાનું કામ કર્યું હતું.જેમાં કાર્યકરો,આગેવાનો, સાધુ સંતો જોડાયા હતા.

સોનજીભાઈ વસાવાના જણાવ્યા અનુસાર આ કાર્યકરો દેવમોગરા સહિત અન્ય પવિત્ર સ્થાને તમે સફાઈ અભિયાન કરવાનું સુંદર કાર્ય છેલ્લા બે વર્ષથી કરે છે.નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જેટલા પણ દેવમોગરા દેવઘાટ જેવા જેવા આદિવાસી ધાર્મિક સ્થળો હોય એની સફાઈ દર વર્ષે કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!