google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratપ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતો વધુમાં વધુ પ્રેરિત થાય તેવા હેતુ સાથે પાંચ...

પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતો વધુમાં વધુ પ્રેરિત થાય તેવા હેતુ સાથે પાંચ ગ્રામ પંચાયત દીઠ યોજાઈ રહેલી કલસ્ટર બેઝ તાલીમ

- માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રેક્ટિકલના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ અંગે સમજ અપાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ અંગે જ્ઞાન પીરસી રહ્યાં છે. તેઓશ્રીનાં માર્ગદર્શનથી જ આજે રાજ્યભરમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિને અપનાવતા થયા છે.
આકાંક્ષી નર્મદા જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે આત્મા યોજના કચેરી દ્વારા ૮૦ જેટલા પાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે.જેઓ હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં જઈને ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે.
આ તાલીમ દરમ્યાન મહિલા ખેડૂતોની ભાગીદારી મોટા પ્રમાણમાં નોંધાઈ રહી છે.નર્મદા જિલ્લાની તમામ પંચાયતોને પાંચ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવી દરેક ક્લસ્ટર દીઠ ૧ TMT (ટેકનિકલ માસ્ટર ટ્રેનર) અને ૧ FMT (ફાર્મર માસ્ટર ટ્રેનર) નિયુકત કરવામાં આવ્યા છે. આ તમામ માસ્ટર ટ્રેનર્સ પ્રત્યેક ગ્રામ પંચાયત દીઠ ૪ તાલીમ કાર્યક્રમો કરી રહ્યાં છે.આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને તેમના ખેતરે જઈને પ્રેક્ટિકલના માધ્યમથી તાલીમ આપી રહ્યા છે. ખેડૂતના ખેતરે જઈને નિદર્શન પણ કરી રહ્યા છે.ડાંગરના પાકનો ધરૂ ઉછેર અને ડાંગરની રોપણી અંગે પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી
રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!