google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratપ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલ્વે સેવાની શરૂઆત : સંસદસભ્ય ગુમાન સિંહ...

પ્રતાપનગર અને જોબટ વચ્ચે સીધી રેલ્વે સેવાની શરૂઆત : સંસદસભ્ય ગુમાન સિંહ ડામોર એ જોબટથી બતાવી લીલી ઝંડી

- પ્રતાપનગર થી અલીરાજપુર વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેન જોબટ સુધી વિસ્તૃત

પશ્ચિમ રેલવે દ્વારા અલીરાજપુર – જોબટ ના નવનિર્મિત રેલવેખંડ પર યાત્રી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.વડોદરાના પ્રતાપનગર સ્ટેશનથી અલીરાજપુર વચ્ચે ચાલનારી ટ્રેન નં.09119 (મૂળ ટ્રેન નં. 59123) અને ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) ને જોબટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. માનનીય સંસદસભ્ય ગુમાન સિંહ ડામોર એ જોબટ સ્ટેશનથી આ વિસ્તૃત ટ્રેનને રવાનગી સંકેત દેખાડી રવાના કરી.આ રીતે હવે વડોદરાથી જોબટ સુધી સીધી રેલવે સેવાની શરૂઆત થઈ ગઈ છે.

દરરોજ ચાલનારી આ વિસ્તૃત ટ્રેનનું વિગતવાર વર્ણન આ પ્રકારે છે :

1. ટ્રેન નં. 09119 (મૂળ ટ્રેન નં. 59123) પ્રતાપનગર – જોબટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી પ્રતાપનગર થી જોબટ સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 09:05 કલાકે પ્રતાપનગરથી ઉપડીને 13:20 કલાકે જોબટ પહોંચશે.

2. ટ્રેન નં. 09120 (મૂળ ટ્રેન નં. 59124) જોબટ – પ્રતાપનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ તારીખ 05 ડિસેમ્બર 2023 થી જોબટ થી પ્રતાપનગર સુધી ચાલશે. આ ટ્રેન દરરોજ 14:00 કલાકે જોબટથી ઉપડીને 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ડભોઈ જંકશન, વધવાણા,અમલપુર,સંખેડા,બહાદરપુર, છુંછાપુરા, જોજવા,બોડેલી,જાબૂગામ,સુસ્કલ,પાવી,તેજગઢ, પુનિયાવત,છોટાઉદેપુર,પાડલિયા રોડ,મોટી સાદલી, અંબારી રિછાવી,અલીરાજપુર,ખંડાલા સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!