google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratવિકાસના કામો માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરુચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે...

વિકાસના કામો માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરુચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે હરીફાઈ?

- ચૈતર વસાવા જેલમાં છે ત્યારે સરકાર માંથી મંજુર થયેલ ચીકદા 66 KV સબ સ્ટેશનને મંજૂરી મળતાં જગ્યાનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા ચીકદા દોડી આવ્યા - જગ્યા પસંદ કરી લેતા ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવાની પણ ખાત્રી આપી દીધી : વિકાસના કામોમાં ભાજપા આગળ હોવાની રજુઆત કરતા મનસુખ વસાવા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એક તરફ તેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા વિસ્તારના લોક પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.તો બીજી તરફ સામે ભરુચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો પણ આ જ વિસ્તાર હોઈ પોતાના વિસ્તારમાં પ્રજાના કામો કરાવવા મનસુખ વસાવા પણ પાછળ રહ્યાં નથી.ચૈતર વસાવા જેલમાં છે ત્યારે સરકાર માંથી મંજુર થયેલ ચીકદા 66 KV સબ સ્ટેશનને મન્જુરી મળતાં જગ્યાનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા ચીકદા દોડી આવ્યાહતાં.
ડેડીયાપાડામાં એક જ 66 KV વીજ સ્ટેશન હોવાથી આ વિસ્તાર ના લોકો માટે ઘણા વખતથી ચીકદા ગામના ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશનની માંગ હતી. લોકોને બહુ તકલીફ પડતી હતી અને ચીકદાથી ડેડીયાપાડા સુધી લાંબા થવું પડતું હતું.તેથી સરકારે પ્રજાની માંગ સંતોંષી ચીકદા ગામે 66 KV નવું સબ સ્ટેશન મંજૂર કરી દીધું છે.
એ અનુંસંધાને ગ્રામ પંચાયતે ફાળવેલી જગ્યાનું સાંસદ મનસુખ વસાવાએ જીઈબીના અધિકારીઓ, ગામના આગેવાનો, સરપંચ સાથે નિરીક્ષણ કર્યું હતું.
અને સત્વરે નવા સબ સ્ટેશનના ખાત મુહૂર્તની તૈયારી પણ બતાવી હતી.વિકાસના કામો કરવા ભાજપા સરકાર મક્કમ હોવાનું જણાવ્યું હતું.આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે વિકાસના કામો હાથ ધરવામાં સાંસદ મનસુખ વસાવા મેદાન મારી ગયા હતાં.
ડેપ્યુટી ઈજનેર કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા આખા વિસ્તારમાં એક જ પેટા વિભાગની કચેરી હતી. એને કારણે જનતાને દૂરથી આવા જવામાં સમય પણ જતો હતો અને ઘણી તકલીફ પડતી હતી.આ માટે જે તે વખતે સ્થાનિક આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ સરકારી ડેટા સાથે સરકારમાં પ્રપોઝલ મોકલી હતી. એ સંદર્ભે ચીકદા મુકામે સીધા મુકામે નવી પેટા વિભાગીય કચેરી સબ ડિવિઝન ઓફિસ મંજૂર થઈ છે. હાલ અમે લોકોને તકલીફ ના પડે એ માટે તાત્કાલિક ધોરણે ભાડાની ઓફિસમાં કામ ચાલુ કરી દીધું છે.આ માટે ગ્રામજનો એ તાત્કાલિક જમીન ફાળવવાની કામગીરી હાથ ધરી હતી. એ જગ્યા જોવા માટે સાંસદેસ્થળની મુલાકાત લીધી હતી.નવી ઓફિસ ખુલવાથી એક ડેપ્યુટી એન્જિનિયર અને બે જુનિયર એન્જિનિયર પણ મળશે.અને જનતાને ઘણો ફાયદો થશે. નવી ઓફિસ બનવાથી જીઇબી ના કર્મચારીઓને પણ કામગીરીમાં રાહત મળશે. લોકોના કામો પણ ઝડપી થશે. અને લોકોને પણ ચીંકદાથી ડેડીયાપાડા સુધી હવે લાંબા થવું નહીં પડે.
સાંસદ સુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે આ જગ્યાની ફાળવણી પછી ટૂંક સમયમાં આ ઓફિસની ફાળવણી કરવામાં આવશે.અહીં 66 કેવીની ઓફિસ કાર્યરત થયા પછી આ વિસ્તારને લગતા નાના-મોટા ખેતીવાડી કનેક્શન ને લગતા અથવા ઘર વપરાશ ને લગતા પ્રશ્નો હશે તો તે સોલ્વ થશે
એનાથી લોકોને ડેડીયાપાડા સુધી જવાની કોઈ તકલીફ નહીં પડશે. અહીં ચીકદાની ઓફિસમાં જ બધા પ્રશ્નો હાલ થશે.જગ્યા પસંદ કરાઇ હોઈ હવે ટૂંક સમયમાં ઠરાવ કરીને કલેક્ટરમાં રજૂઆત કરીને તેનો ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે.આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં આવા સબ સ્ટેશન ખોલવાની જરૂર પડશે ત્યાં ખોલવાની અમારી તૈયારી છે એમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!