google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઈરાદે ભરૂચની હોટલના રૂમમાં...

ઝઘડિયાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઈરાદે ભરૂચની હોટલના રૂમમાં લઈ ગયા હોવા બાબતે ફરિયાદ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૪ વર્ષ ૭ મહિનાની ઉંમરની સગીરાને બે યુવકો કોઈ લાલચ આપીને તેણીને ફોર વ્હિલર ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઈરાદે લઈ ગયા હોવા બાબતે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાની આ સગીરા એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. ગતરોજ તા.૧૮ મીના રોજ સગીરા સવારના સાડા સાત વાગ્યાના સમયે શાળાએ ગઈ હતી.ત્યાર બાદ બપોરના સવા બાર વાગ્યે શાળા માંથી સગીરાની વર્ગ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને  પુછ્યું હતું કે તેમની દિકરી આજે શાળાએ કેમ આવી નથી? જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ તરત શાળાએ ગયા હતા.ત્યાર બાદ શાળાના ગેટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા બે ફોર વ્હિલર ગાડી શંકાસ્પદ જણાઈ હતી.સદર ફોર વ્હિલર ગાડીને ઝીણવટથી ચેક કરતા સગીરાને ફોર વ્હિલર ગાડીમાં બેસાડીને લઈ જવાઈ હોવાનું જણાયું હતું.ત્યાર બાદ તપાસ કરતા સગીરા કે ફોર વ્હિલર ગાડીની કોઈ ભાળ મળી ન હતી.જોકે ત્યાર બાદ એમ જાણવા મળ્યું હતું કે રાજપારડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપારડી ખાતેના એક મિઠાઈવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયેલ છે.સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા જતા યુવરાજસિંહની માતાએ આ લોકોને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગાળો દીધી હતી.ત્યાર બાદ સાંજના પાંચ વાગ્યાના સમયે સગીરા રાજપારડી ખાતેની એક મીઠાઈની દુકાનેથી મળી આવેલ હોવાની જાણ થઈ હતી.આ બાબતે પરિવારજનો દ્વારા સગીર‍ાને પુછતા જાણવા મળ્યું હતું કે તેણીને મેહુલ દિનેશભાઈ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા ફોર વ્હિલર ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઈરાદે લઈ જવાઈ હતી.પરંતું ત્યાર બાદ સગીરાને તેના માતા પિતા શોધે છે તેવી જાણ થતા તેણીને પાછી મુકી ગયેલ.આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશભાઈ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઈને જાતિ વિષયક અપશબ્દો બોલનાર મહિલા તમામ રહે.અલકાપુરી સોસાયટી રાજપારડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!