વાગરા,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ ઉદ્યોગો સામે પોલીસે લાલ આંખ કરી કલેકટરને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતા ઉદ્યોગોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં પ્રસ્થાપિત લઘુ ઉદ્યોગકારો કોઈપણ હિસાબે કલેકટરના આદેશનું પાલન કરવા તૈયાર ન હોઈ તેમ લાગી રહ્યું છે.વાગરા પોલીસે પહેલા ૬ અને ત્યાર બાદ વધુ ૬ ઉદ્યોગો સામે જાહેરનામાં ભંગના ગુનાની નોંધ કરી ઉદ્યોગકારો અને ઉદ્યોગ સંચાલકોનો જવાબ માંગ્યો છે.તો ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.પરંતુ જીલ્લા કલેક્ટરના આદેશને ઘોળીને પી જનાર કંપની ધારકોની રીઢ સીધી કરવાનું વાગરા પોલીસે પણ મન બનાવી લીધું છે. સાયખામાં કાર્યરત વધુ ૬ કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં ક્રમશઃ જોઈએ તો (૧) અથર્વ ઈન્ડસ્ટ્રીઝ – દિનેશભાઈ ચોધરી (૨) પી.વાય જનરલ ઈન્ટરમિડીયેટ – સિદ્ધાર્થ ગુપ્તા (૩) સુનિશ કેમિકલ પ્રા.લી – વિનોદ પટેલ (૪) સાવકાશી કેમિકલ પ્રા.લી – રાજેશ પ્રજાપતિ (૫) એમ.એસ ઈન્ડસ્ટ્રીઝ, મુકેશ સિંઘ (૬) ડિકોસિસ પ્રા.લી.- અભિષેક વિરેન્દ્રસિંહ નાઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીતેલા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન પોલીસે કુલ ૧૨ ગુનાઓ નોંધતા કાયદાનો દુરુપયોગ અને ભંગ કરનારા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.