google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીને લગ્નની લાલચ આપી ૧૪ વર્ષથી પ્રેમ સંબંધ...

ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીને લગ્નની લાલચ આપી ૧૪ વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર યુવક સામે ફરિયાદ

- યુવતીને વિવિધ સ્થળોએ લઈ જઈને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા

(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતી સાથે ગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધો બાંધનાર યુવક વિરૂધ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતી સાથે મનોજ વસંત વસાવા રહે.ડહેલી તા.વાલિયાનાએ ૧૪ વર્ષથી લગ્નની લાલચ આપી પટાવીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો.ત્યાર બાદ યુવતીને તેના ગામ ઉપરાંત વડોદરા,પાવાગઢ,આબુ,અંબાજી જેવા સ્થળોએ ફરવા લઈ જઈને અલગ અલગ હોટલોમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધી બળાત્કાર કર્યો હતો.ત્યાર બાદ યુવતી સાથે ૧૪ વર્ષથી પ્રેમ સંબંધ રાખીને લગ્ન નહિ કરીને યુવતીને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.યુવક દ્વારા યુવતીને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને ૧૪ વર્ષથી પ્રેમ સંબંધ રાખીને વિવિધ સ્થળોએ ફરવા લઈ જઈને અવારનવાર બળાત્કાર કર્યો હોવા ઉપરાંત યુવક દ્વારા યુવતીને ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હોવાની આ ઘટનાને લઇને ભોગ બનનાર આ ૩૦ વર્ષીય યુવતીએ સદર યુવક વિરૂધ્ધ નજીકના પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ સદર યુવકને ત્યાર બાદ ઝડપી લેવાયો હતો.૧૪ વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખીને યુવતી પર અવારનવાર બળાત્કાર ગુજારનાર યુવક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!