google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયા તાલુકાના એક ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક...

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક સામે ફરિયાદ

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ ઝઘડિયા ત‍ાલુકાના લિમોદરા ગામે રહેતો વિશાલ ફુલસિંગ વસાવા નામનો યુવક આ સગીર‍ાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ તેમની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને પોતાના વાલીપણા માંથી ભગાડી જનાર સદર ઈસમ વિશાલ ફુલસિંગ વસાવા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.દરમ્યાન પોલીસના જણાવ્યા અનુસાર સદર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!