(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત મહિલાને બિભસ્ત ઈશારા કરીને જબરજસ્તી કરનાર ઈસમ વિરૂધ્ધ પીડિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલાને એક ઈસમ દ્વારા તેનો વારંવાર પીછો કરીને બિભસ્ત માંગણી કરી મારી નાંખવાની ધમકી આપનાર ઇસમ વિરૂધ્ધ મહિલાએ આખરે નજીકના પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ આ મહિલા તેના ખેતરમાં એકલી હતી.ત્યારે તેની એકલતાનો લાભ લઈને ગામ પ્રાંકડનો વિક્રમસિંહ સરદારસિંહ પ્રાંકડા નામનો ઈસમ મહિલાના ખેતરે આવ્યો હતો,અને તેનો હાથ પકડીને ખેતરમાં ખેંચી ગયો હતો.ત્યાર બાદ મહિલા તેના ઘરે એકલી હતી ત્યારે આ ઈસમે મહિલાના ઘરમાં જઈને તેનો હાથ પકડીને જબરજસ્તી કરીને મહિલાને પલંગ પર સુવાડી દીધી હતી અને બિભસ્ત ઈશારા કર્યા હતા તેમજ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને ભયભીત થયેલ મહિલાએ સદર ઈસમ વિરૂધ્ધ નજીકના પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.