google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratજંબુસરના ઝામડી ગામના સરપંચ વિરૂદ્ધ દબાણ,ભષ્ટ્રાચાર અને ત્રણ બાળકોને લઈને જાગૃત નાગરિક...

જંબુસરના ઝામડી ગામના સરપંચ વિરૂદ્ધ દબાણ,ભષ્ટ્રાચાર અને ત્રણ બાળકોને લઈને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ

- કાયદેસરની કાર્યવાહી તથા પદ પરથી દૂર કરવા માજી સરપંચ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશી ટીડીઓને લેખિત અરજી

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના ઝામડી ગામના સરપંચ દ્વારા થયેલ દબાણ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર તથા સરપંચને ત્રણ બાળકો હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તથા પદ પરથી દૂર કરવા માજી સરપંચ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશી ટીડીઓને લેખિત અરજી કરી હતી.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામના જેસંગભાઈ ગોપાલભાઈ રાઠોડે સરપંચ જાગૃતીબેન ચૌહાણ વિરુદ્ધ તારીખ ૦૨-૦૪-૧૦૨૪ ના રોજ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધિ લેખિત રજૂઆત કરી આક્ષેપો કર્યા હતા.જેમાં જણાવ્યું હતું કે સરપંચ દ્વારા પોતાના મકાન પાસે મુખ્ય રસ્તામાં ગ્રામ પંચાયતની હદમાં દબાણ કરેલ છે તથા સરકારી જગ્યામાં પોતાના ખાનગી ધંધા માટે ખાનગી બોર્ડ કરવામાં આવેલ છે અને આ પાણી મચ્છી તળાવો વાળા ને વેચે છે તથા ચામડી ગામે હાલ મનરેગા યોજના હેઠળ હાલ માટી મેટલના રસ્તા નું કામ ચાલુ છે.સરપંચ દ્વારા પોતાના ફાયદા માટે માટી મેટલના રસ્તા પર ઓએનજીસીની ગ્રાન્ટ માંથી મંજુર થયેલ સીસી રોડના કામ કરાવેલ છે તથા બિલ ઉધારેલ છે.સરકારની યોજનાનો દૂર ઉપયોગ કરવામાં આવેલ છે અને આ કામોના પૈસા પોતાના અંગત લોકોના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે.આ સહિત હાલના સરપંચ જાગૃતીબેન ચૌહાણ ત્રણ બાળકો ધરાવે છે જે સરકારના ધારા ધોરણ પ્રમાણે ગેરલાયક હોય સરપંચ દ્વારા જન્મના દાખલાનો પુરાવો રજૂ કરેલ નથી અને પોતાના સમયગાળા દરમ્યાન ત્રીજુ બાળક જન્મેલ હોય જેથી આ તમામ બાબતોને ધ્યાને લઈ સરપંચ પર કાયદેસર કાર્યવાહી કરી સરપંચ પદેથી દૂર કરવા જણાવ્યું હતું.

ત્યારે ગામના વ્યક્તિ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને સંબોધિને તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી ફરિયાદને ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે વિભાગ દ્વારા ટીમ બનાવી યોગ્ય તપાસ કરી સરપંચ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!