google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના ધારોલી - વાસણા વિસ્તારના ૧૧ ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોનું...

ઝઘડિયાના ધારોલી – વાસણા વિસ્તારના ૧૧ ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોનું આવેદન

- નિયમિત સમારકામ નહીં થતું હોવાના કારણે વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે જેથી લોકોને તથા મુંગા પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે - દસ દિવસમાં કોઈ નિરાકરણ નહિ આવે તો અમે સરકાર સુધી રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે.

ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે.જેના પગલે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસ, શિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઈ દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકો આજરોજ ઝઘડિયા વીજ કંપની ની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી.

આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં નખાય છે ત્યારથી ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા ૧૦ થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી,જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે, ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરવા આવતું નથી જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત થતો નથી, તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરોનો સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો રહે અને જો આવનારા દસ દિવસમાં કોઈ નિરાકરણ નહિ આવે તો અમે સરકાર સુધી રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!