(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના એક ગામે રહેતી પીડીત યુવતી સાત-આઠ વર્ષ પહેલા સંસ્કાર ગુર્જરી શાળા ચાસવડમાં અભ્યાસ કરતી હતી અને કુપ ગામનો જ આશિષ મહેન્દ્ર વસાવા નેત્રંગ ખાતે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતો હોવાથી બંને એકસાથે અપડાઉન કરતાં હોવાથી એકબીજાના પ્રેમમાં પડયા હતા.ત્યારબાદ બંની પ્રેમીપંખીડાની એકબીજા સાથે અંગત રીતે મુલાકાતો થવા માંડી હતી અને અનેકો વખત બંને વચ્ચે શરીર સબંધ બંધાયા હતા.ગત વર્ષ દિવાળીના સમયે પીડીત યુવતી માટે ભરૂચમાં સગાઇ માટેનું માંગું આવતા આશિષ મહેન્દ્ર વસાવાએ જણાવેલ કે,આ મારી ફ્રેન્ડ છે તેની સાથે હું લગ્ન કરવા માંગુ છું.તેના બીજી જગ્યાએ લગ્ન કરશો તો ત્યાંથી પણ તેની લઈ આવીશ અને તેની સાથે હું લગ્ન કરી લઈશ.બીજા સાથે લગ્ન થવા દઈશ નહીં.તેમ કહેતા બંને પ્રેમી પંખીડા એકબીજાના ઘરે અવરજવર કરતા હતા.એકાએક દિવાળીના દિવસોમાં ગામમાં યોજાતા ગરબા જોવા આશિષ મહેન્દ્ર વસાવાની મમ્મી સંગીતાબેન મહેન્દ્ર વસાવા અને મનિષાબેન વસાવાએ આ કાળીને અમારા ઘરમાં પગ મુકવા દઇએ નહીં તેમ જણાવ્યું હતું.ત્યાર બાદ પીડીત યુવતીને આશિષ મહેન્દ્ર વસાવાએ જણાવેલ કે તારે મરવું હોય તો મરી જા,મારા ઘરમાં તને રાખવાનું ના પાડે છે.ત્યાંથી જતો રહીને વાતચીત કરવાનું બંધ કરી દેતા વિવાદ વકયૉ હતો.
ઉલ્લેખનીય છે કે આશિષ મહેન્દ્ર વસાવાએ લગ્ન કરી તને મારી જીંદગીમાં પત્ની તરીકે અપનાવીશ તેમ કહીને અવરનવર મળવા અને લગ્નની લાલચ આપીને શરીર સબંધ બાંધ્યા હતા.જેથી પીડીત યુવતીએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે બનાવની ગંભીરતા જાણી બળાત્કાર અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
નેત્રંગ તાલુકાના એક ગામની યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર યુવક સામે ફરીયાદ
- યુવકે પીડીત યુવતી સાથે અનેકો વખત શરીર સબંધ બાંધ્યા હતા : પોલીસ ગુનો નોંધી તપાસ હાથધરી