google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeલોકસભાની ચૂંટણીમાં જંબુસરના ઈસ્લામપુર ગામે ઓબ્ઝર્વરનો દમ મારતા સુરતના બે સામે ફરિયાદ

લોકસભાની ચૂંટણીમાં જંબુસરના ઈસ્લામપુર ગામે ઓબ્ઝર્વરનો દમ મારતા સુરતના બે સામે ફરિયાદ

(સંજય પટેલ,જંબુસર)

૭ મે ના રોજ યોજાયેલ ભરૂચ લોકસભાની ચૂંટણીમાં જંબુસર તાલુકાના ઈસ્લામપુર ગામે પ્રાથમિક શાળાના મતદાન મથક ઉપર બપોરે ત્રણના અરસામા સુરત પાર્સિંગની કાર આવી હતી.તેમાં આવેલ બે અજાણ્યા શખ્સોએ મતદાન મથક પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈને જણાવેલ કે અમો લોકસભાની ચૂંટણીના ઓબ્ઝર્વર છે અને તમે મતદારોના આઈડી પ્રૂફ કેમ ચેક કરતા નથી? તેમ કહી રોફ જમાવતા હોય પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈએ બંને ઈસમો પાસે આઈકાર્ડ માંગતા તેઓ બુથ ઉપરથી જતા રહેતા દીપકભાઈએ પીએસઆઈ કે એન સોલંકીને જાણ કરતા તેઓએ જંબુસર ટંકારી ભાગોળ પાસે રોકી પૂછપરછ કરતા બંને ઈસમો અલ્પેશભાઈ લાલજીભાઈ ત્રાડા તથા કલ્પેશ ભાઈ ઉત્તમભાઈ પટેલ ઓબ્ઝર્વર નહીં પરંતુ આમ આદમી પાર્ટીના સુરત શહેરના કાર્યકરો હોવાનું જણાય આવેલ જેથી લોકસભા ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ખોટી ઓળખ આપી તેઓ આ વિસ્તારના મતદાર ન હોવા છતાય પ્રચાર અર્થે આવતા બંને ઈસમો વિરુદ્ધ દીપકભાઈએ ફરિયાદ આપતા જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!