ભરૂચ,
કરજણ પંથકના વલણ ગામે પત્ની અને બાળકને છોડી પુત્રને સાસુ અને સસરાએ તેની પ્રેમિકા સાથે ભગાડી મુક્યો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસુ,સસરા અને ફરિયાદીના પતિ સામે મારામારી,ઘરેલુ હિંસા અને જાનથી મારી નાંખવાની ધમકી તથા ટ્રિપલ તલાક આપી દેવાની ધમકીનો ગુનો દાખલ કરી આરોપીઓની ઘરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વલણ ગામની હાઈસ્કૂલની સામે રહેતા જાકીર મદારીની પુત્રી રહીશાના લગ્ન પંજાબ નગરમાં રહેતા ઈલ્યાસ ઓટારાના પુત્ર સોહેલ સાથે ગત તારીખ ૧૫-૧૧-૨૦૨૨ ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા અને ત્યાર બાદ બંને વચ્ચે સારું રહ્યા બાદ તારીખ ૧૫-૦૧-૨૦૨૩ ના રોજ ફરિયાદી ગર્ભવતી હોય અને તે વખતે ફરિયાદીના પતિના ફોનમાં કોઈ અન્ય સ્ત્રી સાથે વાતચીતના વોટ્સએપમાં મેસેજ અને કોલ જોયેલ હતા અને તે બાબતે ફરિયાદીએ પતિ સોહેલ ને કહેતા ફરિયાદી ને કહેવા લાગેલ કે હું ગમે તે છોકરી સાથે વાત કરી તારે રહેવું હોય તો રહે તેવું કહી ગર્ભવતી હોવા છતાં માર માર્યો હતો અને આ બાબતને લઈ ફરિયાદી ગર્ભવતી હોય જેના કારણે સમાધાન કરી સાસરીમાં રહી હતી.ત્યાર બાદ પણ પતિ ગામની જ ફાતિમાનાઓ સાથે પ્રેમ સંબંધમાં હોય અને ફરિયાદીની ડિલિવરી કરાવવા માટે તેના પિયરમાં ગઈ હતી.
મહિલા ફરિયાદીને સંતાન હોય જેના કારણે ઘર બરબાદ ન થાય તેવી ચિંતામાં પરત ગયેલી પરંતુ છતાં ફરિયાદીનો પતિ સોહેલ ફાતિમા સાથે સતત વાતચીત અને પ્રેમ સંબંધમાં રહેલ અને તારીખ ૦૯-૦૩-૨૦૨૪ ના રોજ પતિ સોહેલ ફરિયાદી સાથે ચા પીવા બેઠા હતા તે વખતે ફરિયાદીને કહેવા લાગેલ છે તે ચા સારી બનાવેલ નથી તેમ કહી તેની સાથે ઝઘડો કરી તમાચા ઝીંકી દીધા હતા અને મારે તો ફાતિમા સાથે લગ્ન કરવા છે જેવા અપશબ્દો બોલી તેણીને માર મારી અને તે બાબતે ફરિયાદીના સાસુ સાયરાબેન અને સસરા ઈલ્યાસનાઓ ને ફરિયાદીના પતિનું ઉપરાણું લઈ ફરિયાદીના પતિને તમામ ડોક્યુમેન્ટ અને પૈસા આપી ઘર માંથી ભગાડી મુકેલ અને ફરિયાદી સંતાનનું બાળક હોય જેને લઈ સાસરીમાં પડી રહેલ અને પંદર દિવસ હોવા છતાં ફરિયાદી પરત નહિ આવતા અમોને જાણ થયેલી કે તે તેણીની પ્રેમિકા ફાતિમા સાથે નિકાહ કરવાના ઈરાદે સાથે છે અને ફરિયાદીની સાસુ એ કહેલ કે આપણામાં બે લગ્ન થાય છે અને તને બીજા લગ્ન કરવા હોય તો તું શોધી લે તેમ કહી ફરિયાદીને બાળક સાથે કાઢી મુકતા ફરિયાદીએ આખરે પોલીસ મથકે ન્યાયની આશાએ ફરિયાદ આપી હતી.
કરજણ પોલીસે આરોપી પતિ સોહેલ ઈલ્યાસ ઓટારા,સસરા ઈલ્યાસ અહમદ ઓટારા અને સાસુ સાયરાબેન ઈલ્યાસ ઓટારા સામે આઈપીસીની કલમ ૪૯૮એ,૩૨૩,૫૦૪,૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પત્ની અને બાળકને છોડી પતિને પ્રેમિકા સાથે સાસુ,સસરાએ ભગાડી મુક્યો હોવાની કરજણ પોલીસ મથકમાં પરિણીતા મહિલાની ફરિયાદ
- વલણ ગામના જાણીતા ન્યુ અલંગ ફર્નિચરના માલિક,તેઓની પત્ની અને પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા,મારામારી અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા