google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઝઘડિયા તાલુકાની એક યુવતીને લગ્નનું વચન આપી પાંચ વર્ષ સંબંધ રાખી ફરી...

ઝઘડિયા તાલુકાની એક યુવતીને લગ્નનું વચન આપી પાંચ વર્ષ સંબંધ રાખી ફરી જનાર યુવક વિરૂધ્ધ યુવતીની ફરિયાદ

- પાંચ વર્ષ સંબંધ રાખીને યુવકે લગ્નનીના પાડતા લાગી આવતા યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી - યુવકને અન્ય યુવતી સાથે પણ પ્રેમસંબંધ હોવાની જાણ થતાં બન્ને વચ્ચે છ મહિનાથી અણબનાવ હતો

(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક યુવતી સાથે છેલ્લા પાંચેક વર્ષથી લગ્ન કરવાનું વચન આપી સંબંધ રાખનાર યુવક ફરી જતા યુવતીએ સદર યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાની આ યુવતીને વાલિયા તાલુકાના પઠાર ગામના અરૂણ વસાવા નામના યુવકે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને આ બન્ને વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી સંબંધ બંધાયો હતો અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી થયેલ હતું.પરંતું છેલ્લા છએક મહિનાથી યુવતીને ખબર મળી હતીકે અરૂણને અન્ય યુવતી સાથે પણ પ્રેમસંબંધ છે.આને લઈને બન્ને વચ્ચે છેલ્લા છ મહિનાથી બનતું નહતું અને અણબનાવ હતો.દરમ્યાન ત્યાર.બાદ યુવતી યુવકના ગામ પઠાર ખાતે યુવકના ઘરે આ બાબતે પુછપરછ કરવા ગઈ હતી.ત્યારે યુવકે તેણીને કહ્યું હતું કે આમ નાટકના કર અહિંથી જતી રહે અને આ દરમ્યાન યુવકના ઘરે સ્થાનિક લોકો ભેગા થયા હતા.પાંચ વર્ષથી લગ્ન કરવાનું વચન આપીને સંબંધ રાખનાર યુવક તેના વચન માંથી ફરી જતા યુવતીને લાગી આવ્યું હતું.ત્યાર બાદ યુવતીએ યુવકના ઘરેથી પાછા આવીને આત્મહત્યા કરવાના ઈરાદે કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ભરૂચ લઈ જવાઈ હતી.ભરૂચ સારવાર કરાવ્યા બાદ ઘરે આવેલ યુવતીએ રાજપારડી પોલીસમાં લગ્નનું વચન આપીને પાંચ વર્ષ સંબંધ રાખ્યા બાદ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધીને લગ્નનીના પાડનાર યુવક અરૂણ વસાવા વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!