google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeભરૂચની નર્મદા ચોકડી નજીક વાહન ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી પી.ટી.ઝેડ કેમેરા...

ભરૂચની નર્મદા ચોકડી નજીક વાહન ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી પી.ટી.ઝેડ કેમેરા જંક્શનનો થાંભલો તોડી નાંખતા ૧૩ લાખ ઉપરાંતની નુકશાનીની ફરિયાદ નોંધાઈ

- ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા કર્મી પોલોને નુકશાન કરનારની ગાડીનો નંબર કેમ કેદ કરી શક્યા નહિ?

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
ભરૂચની નર્મદા ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે હંકારી જાહેરમાર્ગ ઉપર લગાવેલ કમાન્ડ કંટ્રોલ ભરૂચ પી.ટી ઝેડ કેમેરા જંક્શન તથા વીએમએસ સિગ્નલના પોલ સાથે અથાડી અકસ્માત કરી સરકારી સિગ્નલોને નુકશાન કરવા બદલ ૧૩,૩૮,૦૦૦ નું નુકશાન પહોંચાડયું હોવાનું અજાણ્યા વાહન ચાલક સામે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વુમન હેડ કોન્સ્ટેબલ દયાબેન રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ ૦૨-૦૭-૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં નર્મદા ચોકડી ઉપર આવેલ પીટીઝેડ કેમેરા જંકશન કોઈ અજાણ્યા વાહને વી એમ એસ ડેમેજ કરેલ છે તથા સિગ્નલ ના પોલને પણ નુકશાન કરેલ છે.જે વર્ધી ફરિયાદીને મળેલ જે બાદ ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા દેવીબેન કાંતિભાઈનાઓએ સરકારી પ્રોપટીને નુકશાન થયેલાની લેખિતમાં આપેલ કે સિગ્નલ પોલ તથા કેમેરા પોલ ને નુકશાન થતા ૧૨,૮૨,૦૦૦ નું નુકશાન તથા અન્ય એક પોલને ૫૨,૦૦૦ નું નુકશાન થતા આમ કુલ ૧૩,૩૮,૦૦૦ નું નુકશાન અજાણ્યા વાહન ચાલકે ગુનો કર્યો હોવાથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે બી.એન.એસ તથા મોટર વાહન અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ચોકડી નજીકથી ગેરકાયદેસર રીતે ઈક્કો તેમજ અન્ય વાહનોમાં ગીચોગીચ પેસેજનરો ભરીને લઈ જવામાં આવે છે.સાથે નર્મદા ચોકડી ઉપર જીલ્લા ટ્રાફિક પોલીસ ચોકી પણ આવેલી છે.ત્યારે ૧૩,૩૮,૦૦૦ ના પોલની નુક્શાનની ફરિયાદ ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા કર્મીએ લેખિતમાં જાણ કરી તો શું કંટ્રોલરૂમમાં નજર રાખનારા કર્મીઓના રોકોર્ડિંગમાં નુકશાન પહોંચાડનાર ગાડીનો નંબર કેદ કેમ નથી થયો? ફરિયાદીએ અજાણ્યા વાહન ચાલક સામે કેમ ફરિયાદ નોંધાવી તેવા સવાલો હાલ ઉભા થઈ ગયા છે. તો નર્મદા ચોકડી નજીક પોલીસ પોઈન્ટ પણ હોય છે તો ફરજ દરમ્યાન હજાર રહેલા પોલીસકર્મીએ આઅ વાહન ને કેમ રોક્યું નહીં અને અજાણ્યો વાહન ચાલક ઝડપાશે ખરો તે પણ ચર્ચાસ્પદ બની ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!