(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની કિશોરીને એક યુવક લલચાવીને ભગાડી ગયો હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી છે.
પોલીસ માંથી મળતી વિગતો અનુસાર વિશાલ ગિરીશ માછી નામનો યુવક ફરિયાદીના વાલીપણા માંથી છોકરીને લલચાવીને ભગાડી ગયો હતો.આ સંબંધે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકમાં યુવક વિશાલ માછી વિરૂધ્ધ સગીરાને ભગાડી જવા બાબતની ફરિયાદ થતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.જ્યારે આ અંગે વધુમાં એમ પણ જાણવા મળ્યુ હતુ કે યુવક અને આ સગીરા વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો.રાજપારડી પોલીસે સગીરાને ભગાડી ગયેલ હોવાની ફરિયાદને લઈને કાયદેસર તપાસ હાથધરી હતી.
ઝઘડિયાના એક ગામે રહેતી સગીરાને એક ઈસમ ભગાડી ગયો હોવાની ફરિયાદ
- બન્ને વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ