google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાથી ઉપડતી અંબાજી એક્સપ્રેસ બસમાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસ આપવાનું બંધ થતા ભારે...

ઝઘડિયાથી ઉપડતી અંબાજી એક્સપ્રેસ બસમાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસ આપવાનું બંધ થતા ભારે હાલાકી

- અત્યાર સુધી વિદ્યાર્થીઓને ઝઘડિયાથી ભરૂચ ૮૧૦ રૂપિયામાં ત્રણ માસનો પાસ મળતો હતો હવે ૩૩૦૦ નો પેસેન્જર પાસ લેવો પડશે - ઝઘડિયા અંબાજી ગુર્જર નગરી બસ હતી પરંતુ ગુર્જર નગરી બસ વાહન નહી હોવાના કારણે અન્ય બસ ચલાવતા હતા જે ગુર્જર નગરી બસ વાહન ઉપલબ્ધ થતા વિદ્યાર્થીઓ માટે પાસ બંધ કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

રાજય સરકાર વિધાર્થીઓને શિક્ષણ મેળવવામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવા આશય સાથે વિવિધ પ્રોત્સાહિત યોજનાઓ અમલમાં મુકે છે.સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને ફ્રી પાસ તેમજ વિધાર્થીઓને કન્સેશન પાસ આપવામાં આવે છે.ઝઘડિયા તાલુકા મથકેથી તેમજ રાજપારડી, ઉમલ્લાથી વિદ્યાર્થીઓ ભરૂચ, અંકલેશ્વર,રાજપીપળા અને વડોદરા સુધી અભ્યાસ અર્થે એસટી બસ દ્વારા જાય છે.ત્યારે કન્સેશન પાસ તેમને ઉપયોગી બને છે.હાલમાં ઝઘડિયા એસટી ડેપોના વહીવટકર્તા દ્વારા ઝઘડિયાથી અંબાજી ઉપડતી ગુર્જર નગરી ટાઈપની બસ હતી.પરંતુ ગુર્જર નગરી ટાઈપની બસ નહી હોવાના કારણે તે રૂટ પર એક્સપ્રેસ બસ દોડાવતા હતા.હાલમાં ઝઘડિયા ડેપોને ગુર્જર નગરી ટાઈપની બસ ઉપલબ્ધ થતા તે બસને અંબાજી રૂટ પર મુકવામાં આવી છે.ઝઘડીયા એસટી ડેપો માંથી વર્ષોથી ઝઘડિયાથી અંબાજી ચાલુ છે.આ બસનો મહત્તમ ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.અત્યાર સુધી ઝઘડિયાથી અંબાજી ઉપડતી એસટી બસ એક્સપ્રેસ તરીકે ગણાતી હતી અને વિદ્યાર્થીઓને ત્રણ માસનો પાસ રૂપિયા ૮૧૦ માં કાઢી આપવામાં આવતો હતો જે હાલમાં બંધ થયો છે.વિદ્યાર્થીઓએ આ બાબતે કારણ પૂછતા ઝઘડિયા ડેપોના જવાબદાર કર્મચારીએ જણાવ્યું હતું કે ઝઘડિયાથી અંબાજી સુધી ઉપડતી બસ જે પહેલા એક્સપ્રેસ હતી તેને હવે ગુર્જર નગરી બસ ઉપલબ્ધ થતા તે ગુર્જર નગરી કરવામાં આવી છે તેથી વિદ્યાર્થીઓને જે કન્સેશન પાસ મળતો હતો તે પાસની સુવિધા ઝઘડિયાથી અંબાજી ગુર્જર નગરી ટાઈપ બસ ઉપલબ્ધ થતા ઝઘડિયા એસટી ડેપો દ્વારા કન્સેશન પાસ સેવા બંધ કરવામાં આવી છે.હવે જો વિદ્યાર્થીઓ તેના સવારે ૭ વાગ્યાના સમય મુજબ ઝઘડિયાથી અંબાજી જતી ગુર્જર નગરી બસમાં અપડાઉન કરવું હોય તો તેમણે પેસેન્જર પાસનો ઉપયોગ કરવો પડે અને તે રૂપિયા ૩૩૦૦ ત્રણ માસના એસટી ડેપો દ્વારા વસૂલવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓને ૨૫૦૦ રૂપિયા જેટલો બોજો પડી રહ્યો છે.ઝઘડિયા એસટી ડેપોના વહીવટકર્તા દ્વારા મનઘડંત રીતે નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધે તેવા આશય સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે.ત્યારે એસટીની સુવિધા આપવામાં વિદ્યાર્થીઓનું આવું શોષણ કેમ ઝઘડિયા ડેપોના વહીવટકર્તા દ્વારા કરવામાં આવે છે તે સમજાતું નથી !!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!