(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતાનગર ખાતે પ્રિ-વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગર ખાતે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસિય ૧૫ માં વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું કે, એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદ્રઢ પ્રતિબધ્ધતા દાખવી રહ્યું છે. ત્યારે વિશ્વપટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે ઉપસાવવા માટે એકતાનગરના આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે.પ્રિ-વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમ્યાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ તેમજ અધિક સચિવ રાકેશકુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોની પ્રવાસન ઉપલબ્ધીઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઈકોનિક ડેસ્ટિનેશન છે,ત્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી દસ વર્ષનો રોડમેડ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો.જ્યાં પ્રવાસન મંત્રાલય,ગુજરાત પ્રવાસન, પ્રવાસન ઈન્ડસ્ટ્રીસના ઉચ્ચ અધિકારીઓ, પ્રવાસન નિષ્ણાંતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર ટૂર ઓપરેટર્સના આ વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લા,પ્રવાસન વિભાગના એમ.ડી.સૌરભ પારધી, પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓનો આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી.
એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસિય ૧૫ માં વાર્ષિક અધિવેશનનું સમાપન
- સમાપન સમારોહ દરમ્યાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ તેમજ અધિક સચિવ રાકેશકુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોની પ્રવાસન ઉપલબ્ધીઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું