ભરૂચ,
જ્યારે પણ કોઈ ચૂંટણી આવતી હોય ત્યારે અન્ય પક્ષમાં જવા માટેનો ભરતી મેળો યોજાતો હોય છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી સામે છે અને તેમાંય ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતાર્યું છે અને આપના ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે તેવી માંગ સાથે પત્રકાર પરિષદ યોજી હતી.પરંતુ આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પક્ષ પલ્ટો કરે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે.
ભરૂચ જીલ્લાની લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે અને આવનાર સમયમાં ભરૂચ જીલ્લો કોંગ્રેસ મુક્ત થઈ જાય તેવા એંધાણો વચ્ચે કોંગ્રેસીઓએ પણ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ અગ્રણી સંદીપ માંગરોલાએ ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.
કોંગ્રેસે યોજેલી પત્રકાર પરિષદમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન માં કોંગ્રેસીઓ ઈચ્છા ધરાવે છે કે જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે પરંતુ હાલમાં આપ અને કોંગ્રેસના ગઢ બંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ચૈતર વસાવાએ પણ કોંગ્રેસીઓની વેદના ઉપર કહ્યું હતું કે હું આપનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે આપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી પડે અને મહુડી મંડળ જે નક્કી કરશે તેને અમે વળીને રહીશું તેમ ચૈતર વસાવા મીડિયા સમક્ષ કહ્યું છે.
સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી હોય હંમેશા કોંગ્રેસી હોદેદારોમાં વિવાદ ઉભો થતો હોય છે અને ઘણી વખત તો કોંગ્રેસ કાર્યાલયના કાચ પણ ફૂટી ચૂક્યા છે કોંગ્રેસમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય સત્તા ઉપર નહીં આવે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે પરંતુ હાલ તો ઘણા કોંગ્રેસીઓ આપના ઉમેદવાર ચૈતર વસાવાની સમર્થન આપતા લેટરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે જો કોંગ્રેસીઓ આપને સહકાર આપી ચૈતર વસાવાની જીતાડવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે.
– આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પહોંચે તેવા અણસારો
આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કેટલાક નારાજ થયેલા કોંગ્રેસીઓ અન્ય પક્ષનો ફેસ ધારણ કરે તો નવાઈ નહીં કારણ કે ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં જવા માટે ઉત્સુક હોવાનું પણ માનવામાં આવે છે સામાન્ય રીતે કોઈપણ હોદ્દેદાર અન્ય પક્ષમાં જાય તો તે પ્રજાના હિત માટે અન્ય પક્ષમાં જતા નથી પોતાના ફાયદા માટે જ અન્ય પક્ષનો હાથ ચાલતા હોવાનું પણ લોકો માની રહ્યા છે.