google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratકોંગ્રેસ પતી ગઈ નથી ગામડાઓમા આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે : સુખરામ...

કોંગ્રેસ પતી ગઈ નથી ગામડાઓમા આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે : સુખરામ રાઠવા

- રાજપીપલામા પ્રચાર અર્થે સુખરામ રાઠવાનું આગમન - સમાજને નીચું દેખાડવાનો પ્રયાસ થાય અને સમાજ જયારે એક થાય ત્યારે ઉમેદવારને પરિણામ ભોગવવું પડે છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધપક્ષના નેતા સામે નવોદિત આદિવાસી નેતા સુખરામ રાઠવા વચ્ચે ખેલાશે જંગ ભાજપાના ઉમેદવાર જશુ રાઠવા નવોદિત ઉમેદવાર સામે કોંગ્રેસે સુખરામ રાઠવા પીઢ અને અનુભવી ઉમેદવારને મેદાનમા ઉતાર્યા છે.ત્યારે આજે નર્મદા રાજપીપલા ખાતે કોંગ્રેસના છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવાએ કોંગી કાર્યકર્તા સાથે એક બેઠકમાં હાજર રહ્યા હતા.

સુખરામ રાઠવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે છોટાઉદેપુર માં કોઈ વિકાસ નથી કર્યો.છોટાઉદેપુરમાં કોગ્રેસ પતીગઈના પ્રશ્ને સુખરામ રાઠવા અકળાઈ ગયા અને કહ્યું કોંગ્રેસ પતી ગઈ નથી ગામડાઓમા આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે નર્મદાના કોંગ્રેસના આગેવાનો ભાજપામા જોડાઈ જતા કોંગ્રેસમા શૂન્યાવકાશ સર્જાયો નથી.કોંગ્રેસ પહેલા કરતા વધુ મજબૂત બની છે.સાથે એમપણ કહ્યું કે ભાજપ પાસે અર્થતંત્ર મજુબત છે કોંગ્રેસ પાસે અર્થતંત્ર નબળું છે.મારી પાસે અર્થતંત્ર ઓછું છે પરંતુ આ ચૂંટણી ના કાવાદાવા માં છેલ્લા દિવસોમાં ભાજપ વહીવટ કરી પોતાના મતો ખીસ્સા માં કે મતપેટી માં લઇ જાય છે પણ અમે ચોક્કસઆ વખતે જીતીશું કોંગ્રેસ નબળી પડી નથી.આજે ભાજપ માં જુવો ગુજરાત માં શુ થઈ રહ્યું છે ત્યારે પરસોત્તમ રૂપાલા ના નિવેદન પર બોલ્યા કે  સમાજને નીચું દેખાડવાનો પ્રયાસ થાય અને સમાજ જયારે એક થાય ત્યારે ઉમેદવારને પરિણામ ભોગવવું પડે છે.જોકે રાજપીપલા ખાતે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો,મહિલા,યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવા દળના હોદ્દેદારો તથા  નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતીમા ઉમેદવારે કરી ચર્ચા કરી હતી.આ બેઠકમાં કાર્યકરોની પાંખી હાજરી ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત પૂર્વ ધારાસભ્યની ગેરહાજરી સૂચક બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!