Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratભાજપ શાસકોએ પાલિકાને નાદાર કરી હોવાના હલ્લા સાથે કોંગ્રેસ ખાલી તિજોરી લઈ...

ભાજપ શાસકોએ પાલિકાને નાદાર કરી હોવાના હલ્લા સાથે કોંગ્રેસ ખાલી તિજોરી લઈ પાલિકાએ પહોંચી છાજિયા લીધા

- બે દિવસમાં અંધારપટ્ટમાં રહેલા ભરૂચમાં ઉજાસ નહિ પથરાય તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી - નર્મદા નિગમના ૭૦ કરોડ,સ્ટ્રીટલાઈટ-વોટરવર્ક્સના ૮ કરોડ બાકી હોવાનો વિપક્ષનો આક્ષેપ - કર્મચારીઓનો પગાર પણ નહીં કરાયો હોવાના વિપક્ષના આક્ષેપ સાથે ભાજપ શાસકોનો હુરિયો - બેદરકારીના કારણે શહેરમાં અંધારપટ છવાતા RTI એક્ટિવિસ્ટો મુખ્ય માર્ગ ઉપર દાન માંગવા ઉતર્યા

ભરૂચ,

ભરૂચ શહેરમાં બે દિવસથી અંધારપટ વચ્ચે નાદાર બનેલી પાલિકાને ભાજપે દેવાદાર બનાવી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ખાલી તિજોરી સાથે હુરિયો બોલાવ્યો હતો.તો બીજી તરફ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ મુખ્યમાર્ગો ઉપર ભીખ માંગી ભેગા થયેલા રૂપિયા પાલિકા કચેરીએ આપવા પહોંચ્યા હતા.

ભરૂચ પાલિકા દ્વારા ૮ કરોડના બાકી વીજ બિલને લઈ DGVCL એ જોડાણો કાપી નાંખતા નગર બે દિવસથી અંધકારમય બન્યું છે.ભાજપ શાસિત પાલિકાના શાસકોએ પાલિકાને દેવાદાર અને નગરજનોને અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે આજરોજ  વિપક્ષ અને શહેર કોંગ્રેસે શાસક ભાજપની રહી સહી ઈજ્જત પણ ઉતારી હતી.ભાજપે ભરૂચ પાલિકાને દેવાદાર બનાવી હોવાના સૂત્રોચ્ચાર,પ્લે કાર્ડ સાથે ખાલી તિજોરી લઈ કોંગ્રેસે પાલિકા કચેરીએ ભાજપ શાસકોનો હુરિયો બોલાવ્યો હતો અને કચેરીમાં ખાલી તોજોરી લઈને જવાના પ્રયાસો કરતાં પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને પોલીસ તેમજ વિપક્ષી વચ્ચે રકઝક થયા બાદ અંતે તેઓને રજુઆત માટે કચેરીમાં જવા દેવામાં આવ્યા હતા.

વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે આક્ષેપ કર્યો હતો કે, નર્મદા નિગમના ૭૦ કરોડ વર્ષ ૨૦૧૭ થી ચૂકવવાના બાકી છે.સ્ટ્રીટલાઈટ અને વોટરવર્ક્સના ૮ કરોડ વીજ કંપનીનું દેવું બાકી છે.આટલું ઓછું હોય તેમ કર્મચારીઓના પગાર પણ ૧૨ તારીખ થઈ ગઈ હોવા છતાં પાલિકાની તિજોરી ખાલીખમ હોય થઈ શક્યા નથી.જો બે દિવસમાં પાલિકા શાસકો શહેરની બંધ સ્ટ્રીટલાઈટો ચાલુ નહિ કરાવે તો પાલિકાને આગામી દિવસોમાં તાળાબંધી કરવામાં આવશે.

તો બાબતે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું ચાલુ વર્ષના તમામ બિલોની ભરપાઈ કરવામાં આવી છે.પરંતુ અગાઉના જે બિલો બાકી છે તેની ભરપાઈ કરવા મટે સરકારની યોજનામાં લોન માટેની દરખાસ્ત કરવામાં આવી છે. 

બીજી તરફ ભરૂચ પાલિકાની બેદરકારીના કારણે શહેરમાં અંધારપટ છવાતા RTI એક્ટિવિસ્ટો દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર ભીખ માંગવા ઉતર્યા હતા અને વીજ બીલનું દેવું ભરપાઈ કરવા પાલિકા માટે હાથમાં ડબ્બા અને શરીરે પ્લેકાર્ડ ચોંટાડી ફાળો ઉઘરાવ્યો હતો જે પાલિકાને સુપ્રત કર્યો હતો.

RTI એક્ટિવિસ્ટો દ્વારા પાલિકાને આપવામાં આવેલ રૂપિયા બાબતે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકો દ્વારા આપવામાં આવેલો ફાળો પાલિકાએ સ્વીકાર્યો નથી અને પાલિકાને જરૂરિયાત નથી તેમ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચવાસીઓ સમયસર પાલિકામાં ટેક્ષ ભરતા હોય અને પાલિકા ઉપર આટલું બધું દેવું વધી જતું હોય અને વીજ કંપનીના બિલો ચૂકવણીમાં નિષ્ફળ રહેતું હોય જેના કારણે આજે ભરૂચ અંધકારમય બન્યું છે.જેના કારણે ચોરી,લૂંટફાટ સહિત અકસ્માતના બનાવો વધી શકે છે.જેથી પાલિકા વહેલી તકે વીજ જોડાણ ચાલુ કરાવે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!