(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આવેશમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારનેજેલની સજા તો ભોગવવી જ પડતી હોય છે પણ જેલમાં ગયાંપછી ગુનેગારનેં પોતાની ભૂલ સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે ખાસ કરીને ૩૦૨ ના મર્ડર કેસના આરોપીનેં આજીવન કેદની સજા કોર્ટ ફટાકારતી હોય છે.સામાન્ય રીતે આ જીવન કેદની સજા ૨૦ વર્ષની હોય છે.ત્યારે સરકાર પણ આવા ગુનાહિત કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને સારો નાગરિક બની ફરીથી સારુ જીવન જીવી શકે તે માટે એક તક આપતી હોય છે.આવોજ એક કિસ્સો રાજપીપલા જેલના ઈતિહાસમાં પહેલી વખત સામે આવ્યો છે. જેમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના ચાર કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરવાની ઘટના સામે આવી કેવી રીતે મુક્ત થયાં જોઈએ એક ખાસ રિપોર્ટ કર્યો હતો.આજીવન કેદની સજા ભોગવતા આરોપીઓને જેલવાસ દરમ્યાન ગુનો કર્યાંનો પસ્તાવો થતાં ગુનો ફરી વાર નહીં કરવાનો નિર્ણય લઈ સારી વર્તણુક અને સારી કામગીરી કરતા તેમના તમામ પાસાઓનેં જોતા સરકારે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના ચાર કેદીઓની આગળની સજા માફ કરીતેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાતા તેમને જેલ મુક્ત કરાયા છે.જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્દ ગીતાનું પુસ્તકભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી.સાથે જેલવાસ દરમ્યાન કરેલ કામગીરીનું મહેનતાણાના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા થયા હતા તે પાસબુક પણ આપવામાં આવી હતી જેથી કરીને જેલ બહાર જઈને એ નાણાનો સદઉપયોગ કરી સારા નાગરીક બનીને જીવન વ્યતિત કરી શકે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.જેલ સુપ્રિટેન્ડન્ટ આર બી મકવાણાના જણાવ્યા અનુસાર (૧) આઈપીસી કલમ ૩૦૨ નો આરોપી પાકા કામનો વીરજીભાઈ ખોજલભાઈ વસાવા (૨) આઈપીસી કલમ ૩૦૨,૪૯૮ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અજયભાઇ મંગાભાઈ વસાવા (૩) ૩૦૨ ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અર્જુનભાઈ મણિલાલ વલવી અને (૪) આશિષ કપિલ નંદાને જેલ મુક્ત કરાયા છે આચારેય પાકા કામના કેદીઓ, જેમની જેલમાં વર્તણુક અને જેલ રેકોર્ડ સારો હતો.તેમજ જેલવાસ દરમ્યાન કોઈ ક્રાઇમ કર્યાં નહોતા, તેમને કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ નહોતી, દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થયાં હતાં, અન્ય કેદીઓ સાથે તેમનું વર્તન સારુ હતું.કોઈની સાથે ઉધ્ધત વર્તન કર્યું નહીં અને એકબીજાને મદદરૂપ થયાં હતાં.તમામ પ્રકારની કૌશલ્ય વર્ધન અને પુનરાવર્સનની કામગીરી અને તાલીમોમાં ભાગ લીધો હતો.
આ બધા હકારાત્મક પાસાઓ ને ધ્યાને લઈને સ્થાનિક કમિટીએ પોઝીટીવ ભલામણ કરતા સરકારમાં ફાઈલ મુકાતા સરકારે તેમની સજામાં આંશિક રાહત આપીને ચારેય આરોપીઓનેં જેલ મુક્ત કરવાનો આદેશ કરતા તેમને જેલ મુક્ત કરાયા છે.સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જેલ બહાર નીકળ્યાં પછી બે વર્ષ દરમ્યાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તી કરતા પકડાશે કે તેમની વિરુધ્ધ ફરિયાદ દાખલ થશે તો તેમની સજા રદ કરવામાં આવશે અને એક વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની શરતે જેલ મુક્ત કરાયા છે.જોકે આ કેદીઓએ જેલની બહાર નીકળીફરી ગુનો નહીં કરે એમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયનેં સૌએ આવકાર્યો હતો.