google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબી ભરૂચના હાથે ઝડપાયો

ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબી ભરૂચના હાથે ઝડપાયો

- ફરિયાદીની ટ્રકો રેતીમાં ચાલતી હોય ટ્રક દીઠ ૫ હજાર માંગ્યા હતા : પૈસા નહીં આપે તો ટ્રક નહીં ફરવા દેવાની ધમકી આપી હતી - ૫ હજાર ગુગલ પે કર્યા બાદ બાકીની રકમ માટે ઉમલ્લા ચાના સ્ટોલ પર બોલાવતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા પંથકમાં ખૂબ મોટા પાયે ખનીજ વહન થાય છે.રેતી કપચી સિલિકા વગેરેનું વહન ઓવરલોડ થતું હોવાના કારણે ખાણ ખનીજ તેમજ ઉમલ્લા, રાજપારડી,ઝઘડિયા પોલીસને ઘી કેળા થઈ ગયા છે, જીલ્લામાં જો કોઈ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો તે ઝઘડિયા તાલુકા માંથી ઉત્પન્ન થતા ખનીજ તથા તેના વહન પ્રક્રિયામાં થઈ રહ્યો છે.જવાબદાર જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને લીઝ સંચાલકો ટ્રક માલિકોના મેળાપીપણામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, આવો જ એક ભ્રષ્ટાચાર આચરનાર ઉમલ્લાના પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલને જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી ઝડપી પાડવામાં આવ્યો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક કાર્ટિગ નો ધંધો કરતો હતો, જેમાં તેની ત્રણ જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી.આ બાબતે ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસિંગભાઈ વસાવા નાએ‌ કાર્ટિગનો વ્યવસાય કરનાર પાસે ગત તા.૩૦.૪.૨૪ ના રોજ તેની ટ્રક રોકી ડ્રાઇવર પાસે તેના માલિકને ફોન કરી ને જણાવ્યું હતું કે તમારી ત્રણ ગાડીઓ ફરે છે જેથી એક ગાડીના રૂપિયા ૫ હજાર લેખે કુલ રૂપિયા ૧૫ હજાર મહિનાના થાય છે જે તમારે આપવા પડશે,જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી ઉચ્ચારી હતી.જેથી કાર્ટિગનો વ્યવસાય કરનારે ડ્રાઈવરને જણાવેલ કે તું તેને ૫ હજાર રૂપિયા આપી દે, કોન્સ્ટેબલ રાજેન્દ્ર એ ડ્રાઈવર પાસેથી ઉમલ્લા નજીકની શ્રી રંગ હોટલ ઉપર ગુગલ પે કરાવી ૫ હજાર રૂપિયા લઈ લીધા હતા અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા ૫ હજાર ની લાંચની માંગણી કરેલ હતી કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી જેથી તેમણે એસીબી નો સંપર્ક કરી તેમની ફરિયાદ આપેલ હતી.એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન ભરૂચના એમ.જે સિંદે તથા તેમના સ્ટાફે ઉમલ્લા નજીકની સંગીતા ટી સ્ટોલ ઉપર તેને છટકું ગોઠવી બોલાવ્યો હતો.ફરિયાદી દ્વારા રાજેન્દ્ર પોલીસ કોન્સ્ટેબલને લાંચની ૫ હજાર લાંચ ની રકમ આપતા એસીબીના સ્ટાફે અને ઝડપી લીધો હતો.એસીબી ટ્રેપમાં ઉમલ્લા પોલીસ મથકનો અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા જીલ્લાના કેટલાક પોલીસ મથકોના ભ્રષ્ટાચારી સરકારી બાબુઓમાં સોપો પડી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!