(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરમાં મનસુખ વસાવા એ પગપાળા નગરજનોનું અભિવાદન જીલ્યું. આગામી લોકસભાની ચૂંટણી યોજવાની હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના નામ પર મહોર લગાવી હોય ત્યારે મનસુખ વસાવાનો ચૂંટણી પ્રચારનો જંબુસર તાલુકાના કાવી જિલ્લા પંચાયતના સીગામથી પ્રારંભ કરાયો અને દેવલા જિલ્લા પંચાયત બાદ જંબુસર નગરના ટંકારી ભાગોળ સ્થિત શિકોતર માતા મંદિરે સાંજે 7:00 વાગ્યે આવી પહોંચી દર્શનનો લાભ લીધો હતો અને જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ સહિત હોદ્દેદારોએ સ્વાગત કરી ઢોલ નગારા સાથે સંપર્ક રેલી યોજી હતી.કંસારાઢોળ,સોની ચકલા, મુખ્ય બજાર,થઈ કોટબાણા ખાતે પહોંચી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર ચઢાવી, ખડગેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સંપર્ક રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી.જેમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય ડી કે સ્વામી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, વિધાનસભા સંયોજક વીરેનભાઈ શાહ, મનન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ધનંજયભાઈ ભટ્ટ, કમલેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.