google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ : નર્મદા ડેમ અને...

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ : નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં વધારો

- નાંદોદ તાલુકામાં પોણા બે ઈંચ : તિલકવાડા તાલુકામાં એક ઈંચ વરસાદ : ખેતી લાયક સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.ચોમાસાની જમાવટ થઈ ગઈ છે.ખાસ કરીને વરસાદ થઈ રહ્યો હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છે.નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં પોણા બે ઈંચ (૪૩ મી.મી), તિલકવાડા તાલુકામાં એક ઈંચ (૨૭ મી.મી) ડેડીયાપાડામાં ૨૨ મી.મી,સાગબારામાં ૨૦ મી.મી અને ગરુડેશ્વર તાલુકામાં ૧૧ મી.મી મળીને કુલ વરસાદ ૧૨૩ મી.મી એટલે કે સરેરાશ ૨૪.૬૦ મી.મી નોંધાયો છે.
ચાલુ વર્ષે નર્મદા માં અત્યાર સુધીમાં સૌથી વધુકુલ વરસાદ નાંદોદ તાલુકામાં ૧૭૩ મી.મી,તિલકવાડામાં ૧૩૯ મી.મી, ડેડીયાપાડા ૧૧૭ મી.મી,સાગબારા ૧૨૨ મી.મી,ગરુડેશ્વર ૫૨ મી.મી મળીને જિલ્લાનો ફુલ વરસાદ ૬૦૩ મી.મી એટલે કે સરેરાશ ફુલ વરસાદ ૧૨૦.૬૦ મી.મી નોંધાયો છે.નર્મદા જિલ્લાના ડેમોની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમની સપાટી ૧૧૯.૭૨ મીટર નોંધાઈ છે.કરજણ ડેમની સપાટી ૧૦૨.૩૧ મીટર નોંધાય છે.તો નાના કાકડી આંબા ડેમની સપાટી ૧૮૦.૯૦ મીટર,ચોપડવાવ ડેમની સપાટી ૧૭૯.૪૦ મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું લેવલ ૧૫.૪૦ મીટર નોંધાયું છે.
રાજપીપળામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સફેદ ટાવર સહિતના મુખ્ય માર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે.નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટી સતત વરસાદમાં વધી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!