google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratજંબુસર બીએપીએસ મંદિર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું

જંબુસર બીએપીએસ મંદિર ખાતે ગૌરવવંતા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર બીએપીએસ સંસ્થામાં બાપાએ સૌપ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલ હતી.આ પ્રસંગને ૫૦ વર્ષ પૂર્ણ થતા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.તે નિમિત્તે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જંબુસર શહેર અને તાલુકાની બહેનોનું સંમેલન યોજાયું હતું.જેમાં નીલમબેન ઠક્કર, સરસ્વતીબેન, ડોક્ટર અંજનાબેન,જ્યોત્સનાબેન,સરોજબેન સહિત ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

સને ૧૯૭૨ માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ પ્રવૃત્તિને માળખાગત કરી સૌપ્રથમ વખત કાર્યકરોની નિમણૂક કરેલી જેને ૫૦ વર્ષ પૂર્ણ થતા આ વર્ષ બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત ગૌરવવંતા કાર્યકરોની ગાથા અંગે જંબુસર મંદિર ખાતે મહિલા સંમેલન નીલમબેન ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયું હતું.કાર્યક્રમનો પ્રારંભ મંડળની બહેનો દ્વારા ધૂન, પ્રાર્થના, ગુરુ હરી દર્શન થકી કરાયો હતો અને ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.

આજના કળિયુગમાં મનુષ્યને કેવી રીતે જીવવું, કુટુંબ,સમાજમાં કેવી રીતે વર્તવું તે સહિત જીવન જીવવાની ચાવી બતાવી અને ૮૪ લાખ યોનીમાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે.ફક્ત મનુષ્ય દેહે ભગવાન ભજી શકાય અને આ મનુષ્ય અવતાર એડે ના જાય અને અક્ષરધામ નું સુખ પ્રાપ્ત થાય તે માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજે દરેક સત્સંગીને સ્વામીએ અક્ષરધામની વાટ બતાવી છે.તે અંગે સમજાવ્યું હતું. આ સહિત મનુષ્ય જીવનમાં સેવા અને કથાનું મહત્વ સમજાવતો સંવાદ રજૂ કરાયો હતો.જેમાં જીવનના કલ્યાણ અને મોક્ષ માટે સેવા અંગે જેતલપુરની ગણીકાનો પ્રસંગ તથા અંગે ખંભાતના શિવલાલ શેઠના પ્રસંગનું સુંદર નિરૂપણ કરી સેવા અને કથાનું મહત્વ સમજાવ્યું હતું.તથા શારદાબેન પટેલ દ્વારા લાધીબાનો એક પાત્રીય અભિનય રજૂ કરાયો હતો.કાર્યક્રમના સમાપનમાં જંબુસર મંડળની બહેનો દ્વારા રાસ ગરબા અને આભાર વિધિ લીલાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!