(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ આયોધ્યામાં રામોત્સવ યોજવા જઈ રહ્યો છેઅને રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.ત્યારે રાજપીપળામાં રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેના ભાગરૂપે રાજપીપળા શહેરના ૫ હજાર ઘરોમાં દિવાઓ પ્રગટે તે માટે એક દંપતિએ વિનામુલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે.
રાજપીપળામાં ગીફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે ૨૦ તારીખ સુધીમાં ૧૦ હજારથી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે.જેઓ અત્યાર સુધી ૫ હજારથી વધુ દીવાઓનું વિતરણ કરી ચુક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને બે દિવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે.લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુ ના પણ લે તો પણ જય શ્રી રામ કહી દિવા આપો કહી માંગી લઈ જાય છે.ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે આયોધ્યા રોશનીથી ઝગમગ થઈ જશે ત્યારે નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરેઘરે દીવડા સળગવાથી શહેરમાં દિવાળી જેવો માહોલ થશે સાથે સાથે આજે જે ઘરો માં દીવડા પ્રગવડાવતા દરેક ના મુખે જયશ્રી રામ બોલતા એક ભક્તિ મય વાતાવરણ સર્જાશે.