(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા જીન કમ્પાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું.કમિટી દ્વારા આ સતત બીજા વર્ષે સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જેમાં ૧૮ જેટલા નવ યુગલોએ પ્રભુતામા પગલાં માંડ્યા હતા.સમાજના આગેવાનોએ નવ યુગલોને આશીર્વાદ આપી નવ જીવન શરૂ કરવાની શુભેચ્છા પાઠવી હતી.
લગ્નના લખલૂટ ખર્ચા બચાવી ઓછા ખર્ચે સાદગી પૂર્ણ લગ્ન યોજનાર રાજપીપળા મુસ્લિમ વેલફેર કમિટીનું સુંદર આયોજન અંગે સમૂહ લગ્નયોજવા પાછળનું કારણ જણાવતા આગેવાન હાજી સલીમભાઈ ઈસ્માઈલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ફિઝુલ ખરચી બંધ થાય તેવા ઉપદેશથી સમુહ લગ્નનો આયોજન કરવામાં આવે છે.કુરિવાજોથી બચવું, બેન્ડ વાજા થી બચવું અને ખોટા ખર્ચા બંધ કરવા એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.
આજકાલ મોંઘાદાટ ભપકાદાર લગ્ન સમારંભો, લખલૂંટ ખર્ચા વાળા લગ્નો સામાન્ય, ગરીબ પરિવારને પોસાતા નથી.ત્યારે આવા ઓછા ખર્ચામા થતા સમૂહ લગ્નો સામાન્ય પરિવાર માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે.
કન્યાદાનમા ઘર સંસાર માટે તિજોરી,પલંગ,ગાદલા અન્ય વાસણો વગેરે ઘરવખરી સમાન મુસ્લિમ વેલ્ફેર કમિટી તરફથી આપવામાં આવ્યા હતા.આજે લગ્નના મોટા ખર્ચા બચાવી ઓછા ખર્ચે થતા સમૂહ લગ્નો સમાજમા આવકાર દાયક બની રહ્યા છે.