google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratગાયના વાછરડાને વાહન ચાલકે અડફેટમાં લીધું : પશુ પ્રેમી યુવાનોએ પશુ ડોકટર...

ગાયના વાછરડાને વાહન ચાલકે અડફેટમાં લીધું : પશુ પ્રેમી યુવાનોએ પશુ ડોકટર પાસે સારવાર કરાવતા જીવ બચ્યો

- ગાયના પાંચ દિવસના વાછરડાને વાહન ચાલક અડફેટમાં લઈ ભાગી ગયો : એક કલ્લાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
મા તે મા બીજા વગડાના વા..આ કહેવત માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ લાગુ પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ રાજપીપળા રાજરોક્ષી ચાર રસ્તા વિસ્તારમાં જોવા મળ્યું હતું.એક વાહન ચાલક ગાયના પાંચ દિવસના વાછરડાને અડફેટમાં લઈ સ્થળ પરથી લઈ ભાગી ગયો હતો, અકસ્માત બાદ એક મૂંગા પશુમાં પોતાના વાછરડાને બચાવવા ટ્રાફિફજામ થવા છતાં જગ્યા પરથી ન હટતા ગાયની પોતાના વાછરડા માટેનો માતૃપ્રેમ જોવા મળ્યો હતો.જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજપીપળા રાજરોક્ષી પાસે બનેલી ઘટનામાં ગાયનું પાંચ દિવસનું વાછરડું રસ્તા વચ્ચે તરફડી રહ્યું હતું.દરેક વાહન ચાલક અને રાહદારીઓ ત્યાંથી પસાર થઈ જતા રહેતા હતા પરંતુ આજની પેઢીમાં માનવતા હવે રહી નથી તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું, પરંતુ ત્રણ પશુ પ્રેમી યુવાનોએ ગાયને સાઈડ પર લેવા માટે ખૂબ મહેનત કરી હતી.ગાય પોતાના વાછરડાને છોડવા તૈયાર ન હતી.જેના કારણે રાજરોક્ષી ચાર રસ્તા પાસે એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, ગાય પોતાના ઘાયલ વાછરડા પાસે ઊભા રહી અન્ય કોઈને પાસે ફરકવા પણ દેતી ન હતી. વાહન ચાલકોએ પણ દૂરથી જ પોતાનું વાહન હંકારીને જવું પડતું હતું જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી.પરંતુ ઘટનાના એક કલ્લાક બાદ પશુપ્રેમી ત્રણ યુવાનો ગાયને ખાવાની લાલચ આપી સાઈડ પર લઈ ગયા હતા અને એક યુવાને વાછરડાને ઊંચકીને ગાય પાસે મૂક્યું હતું જેના કારણે ટ્રાફિક ખુલ્લો થયો હતો.આ સમગ્ર ઘટના રાજરોક્ષી ચાર રસ્તા પાસે બની હતી વડોદરા ભરૂચ તરફથી રાજપીપલા શહેરમાં પ્રવેશતા વાહનોની માટે આ એક મહત્વના ચાર રસ્તા છે,એક રસ્તો રાજપીપળા થી બાયપાસ કેવડિયા તરફ જાય છે તો બીજો રસ્તો રાજપીપળા શહેરમાં પ્રવેશે છે,કાયમ માટે અહીં ટ્રાફિક રહેતો હોય છે,ગાય પોતાના વાછરડા સાથે ગેલ માં ફરી રહી હતી તે વેળા આ ઘટના ઘટી હતી.જોકે પશુપ્રેમી યુવાનોએ 1962 નંબર કે જે પશુઓની સારવાર માટેનો ઈમરજન્સી નંબર છે.આ નંબર પર ફોન કરી સમગ્ર ઘટના કહી હતી.ત્યાર બાદ ડોકટર સાથે મેડિકલ ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને વાછરડાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ સૌકોઈ માટે માથાના દુખાવા સમાન છે.વાહનોથી પશુઓ સાથેના અકસ્માતો છાસવારે નોંધાતા હોય છે.રાજ્ય સરકાર પશુપાલકો સાથે અનેક બેઠકો કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ આવી ઘટના બાદ વાહન ચાલકો જોયા વગર ભાગી જાય એપણ એક દુઃખની વાત છે.આવી ઘટનાઓ પાછળ ક્યાંકને ક્યાંક પશુપાલકો પણ એટલાજ જવાબદાર છે, સામાન્ય રીતે પશુ પાલકો પોતાના પશુઓને જાહેરમાં ચરવા છોડી દે છે,.રંતુ જ્યારે પોતાના પશુઓને નાના બચ્ચા હોય ત્યારે તેઓએ ખાસ કાળજી રાખવી જોઈએ તેવું પશુ પ્રેમીઓનું કહેવું છે, જોકે રાજપીપળા રાજરોક્ષી ચાર રસ્તા પાસે બનેલી ઘટનામાં એક મૂંગા પશુમાં પોતાની સંતાન માટે વેદના સાથે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.પશુ પ્રેમી યુવાનોએ પણ આ દુર્ઘટનામાં દોશી વાહન ચાલકને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!