(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા ટાઉનના રજપૂત ફરિયામાં રહેતા જયપાલસિંહ કમલજીતસિંહ પરમાર ગત તા. ૧૦.૦૨.૨૦૨૪ ના રોજ ગુમ થયો હતો.જે બાબતે જયપાલસિંહના પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચને જીલ્લામાં ગુમ થયેલ બાળકો સ્ત્રી પુરુષ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા ઉપરી અધિકારીઓએ માર્ગદર્શન આપેલ જે અન્વયે ઝઘડિયા ટાઉન માંથી ગુમ થયેલ જયપાલસિંહ પાલેજ સીટી પોઈન્ટ હોટલ પાસે જોવા મળેલ છે તેવી બાતમી મળી હતી.જેના આધારે એલસીબી ટીમે પાલેજની સિટી પોઈન્ટ હોટલ ખાતે તપાસ કરતાં તે મળી આવતા તેઓને સમજાવી ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.