google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeરાજપારડી નજીક સિલિકા અને ખડી ભરેલ ત્રણ ટ્રકો ઉપર તાડપત્રી નહિ ઢાંકેલ...

રાજપારડી નજીક સિલિકા અને ખડી ભરેલ ત્રણ ટ્રકો ઉપર તાડપત્રી નહિ ઢાંકેલ હોવાથી ગુના નોંધાયા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પોલીસે તાડપત્રી નહિ ઢાંકેલ ત્રણ ટ્રકોના ચાલકો વિરૂધ્ધ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ઉલ્લેખનીય છે કે રેતી ખડી સિલિકા જેવી વસ્તુઓનું વહન કરતા વાહનોના ચાલકોએ પોતાના વાહનો પર વ્યવસ્થિત રીતે તાડપત્રી ઢાંકવાની હોય છે,જેથી દોડતા વાહન માંથી ઉડતી રેતી સિલિકા કે ખડીના કારણે પાછળ આવતા વાહનચાલકોએ તકલીફ ભોગવવી ના પડે. ઝઘડિયા તાલુકામાં ખનીજ વહન કરતા વાહનો પૈકી કેટલાક વાહનોના ચાલકો આ નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે,તેથી તેમના વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુના દાખલ કરવામાં આવતા હોય છે.ગતરોજ રાજપારડી પીએસઆઈ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ પોલીસના માણસો રાજપારડી જીએમડીસી ફાટક નજીક વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન સિલિકા અને ખડી ભરેલ ત્રણ ટ્રકો પર તાડપત્રી નહિ ઢાંકેલ હોવાનું જણાતા પોલીસે આ ત્રણ ટ્રકોને અટકાવીને તેમના ચાલકો વિરૂધ્ધ ગુના દાખલ કર્યા હતા.પોલીસે સદર ત્રણ ટ્રકોના ચાલકો વિષ્ણુભાઈ રમેશભાઈ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા, હરીસિંગ ભુપતભાઈ વસાવા રહે.રતનપુર ગામ ભિલવાડા તા.ઝઘડિયાના અને રઝાકભાઈ યાકુબભાઈ મન્સુરી રહે.રતનપુર તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!