google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeCrimeઓએનજીસીના ડ્રમ માંથી ક્રુડ ઓઈલ બારોબાર સગેવગે કરતાં ૪ ઈસમો પોલીસ સકંજામાં...

ઓએનજીસીના ડ્રમ માંથી ક્રુડ ઓઈલ બારોબાર સગેવગે કરતાં ૪ ઈસમો પોલીસ સકંજામાં : ૧૯.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંક્લેશ્વર,

અંકલેશ્વરના નવાદીવા ગામના કૈલાસ ટેકરી માંથી ક્રૂડ ઓઈલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ૪ ઈસમની અટક પોલીસે કરી હતી.ક્રૂડ ઓઈલ ૬.૬૭ લાખ અને ૧૦ લાખનો આઈસર ટેમ્પો,૧૩ હજારના ૨ મોબાઈલ મળી કુલ ૧૯.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના અન્ય સાગરીતો મારફતે આઈસર ટેમ્પોમાં ક્રૂડ ઓઈલ ભરેલ બેરલ માંથી ગેરકાયદેસર રીતે અલગ કરવામાં તેમજ બેરલમાં કાઢી ઓઈલ ચોરી કરી રહ્યો હતો.ત્યારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.જેમાં ૪ ઈસમો બેરલોનું સીલ તોડતા ઝડપાઈ ગયા હતા.ટેમ્પોમાં રહેલ ૩૦ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં અને જેમાંથી પ્લાસ્ટિકના કેરબામાં ૨૦ લીટર ક્રૂડ ઓઈલ સગેવગે કર્યું હોવાનું સામે આવ્યું હતું.ઓઈલ સગેવગે કરતાં રાકેશ રાઠોડની પૂછપરછ કરતાં તે અન્ય બે કામદાર સાથે મજૂરી તરીકે આવ્યો હોવા હોવાનું જણાવ્યું હતું. ગોપાલ વસાવાએ તેમને ફોન કરી ઓઈલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરવા કહયું હતું.આ ઓઈલ વાગરા તાલુકાના ગંધાર જતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.બાપુ નગરના ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરૂલહોડા અબ્બાસ ખાન સુબાખાન, મુકેશ ઝીણા વસાવા, કૌશિક ભગું વસાવા, રાકેશ ચીમન રાઠોડને ઝડપી પાડ્યો હતો.જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.પોલીસે કુલ ૧૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓએનજીસીની ફરિયાદ પર પોલીસ દ્વારા હાલ સી.આર.પી.સી 41 (1) ડી મુજબ ગુનો નોંધી તપાસ શરુ કરી છે અને આ અંગે અંકલેશ્વર ઓએનજીસીના સંબંધિત વિભાગને જાણ કરી હતી.હાલ આ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.ત્યારે ઓએનજીસી સિક્યુરિટી વિભાગ કે મેનેજમેન્ટ દ્વારા આ બાબતે સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ ઓઈલ ચોરી કૌભાંડમાં મોટો ફોડ પાડી શકે છે. ઓઈલ ચોરી કરી ફેવિક્વિકથી ડ્રમનું કાણું સિલ કરતાં હતા ઓએનજીસી માંથી નીકળતા બેરલ માંથી ચોરી ઓઈલ ચોરો દ્વારા ઓએનજીસી માંથી ક્રૂડ ઓઈલ અને ડીઝલનો જથ્થો જે સીલબંધ ડ્રમ નિયત સ્થળે મોકલવામાં આવતું હોય છે.જેને ઓઈલ માફિયા દ્વારા ડ્રાઈવર સાથે સાંઠગાંઠ કરી ૨૦૦ લીટરના ડ્રમમાં કાણું પાડી અંદર થોડું ઓઈલ કે ડીઝલ હોય તે કાઢી લેતા હતા અને તેને ફેવિક્વિકની મદદથી બંધ કરી જથ્થો રવાના કરી દેવાતો હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!