ભરૂચ,
દહેજમાં આવેલી અંબાણી ઓર્ગેનિક કંપનીમાં મધ્યરાત્રી દરમ્યાન કંપનીના કામદારો રાત્રિ દરમ્યાન રાસાયણિક પ્રક્રિયા કરી રહ્યા હતા તે વેળા કેમિકલ રિએક્શન રનવે દરમ્યાન ધડાકા સાથે આગ ફાટી નીકળતા ફાયર ફાયટરો લશ્કરો સાથે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં આવેલી અંબાણી ઓર્ગેનિક કંપનીમાં મધ્યરાત્રી દરમ્યાન કંપનીના કામદારો રાત્રિ દરમ્યાન રાસાયણિક પ્રક્રિયા કરી રહ્યા હતા તે વેળા કેમિકલ રિએક્શન રનવે દરમ્યાન ધડાકા સાથે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી અને આગ અંગેનો ફાયર વિભાગને કોલ મળતા ફાયટરો બંબા સાથે લશ્કરો સાથે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
આગ લાગવાની ઘટનાને કંપનીના સત્તાધીશો અને તંત્ર દ્વારા છૂપાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચા રહ્યું છે.રાત્રી દરમ્યાન અંબાની ઓર્ગેનિક કંપનીમાં નાઈટ શિફ્ટમાં ૧૮ કામદારો કામ કરી રહ્યા હતા.કંપનીમાં ધડાકા ભેર આગ ફાટી નીકળતા કામ કરી રહેલા તમામ કામદારોના જીવ પડીકે બંધાયા હતા અને કંપનીમાં નાશભાગ મચી જવા પામી હતી તો બીજી તરફ આગની ઘટનામાં કેટલા કામદારોને ઈજા થઈ છે પણ કંપનીના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
અંબાણી ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગના પગલે જીપીસીબી ભરૂચ,ડીશ વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ક્યાં કારણોસર લાગી હતી તે દિશામાં તપાસ હાથધરી છે.
હાલતો જીપીસીબી અને ડિશ વિભાગે કંપનીમાં પ્રથામિક તપાસ હાથધરી કલોઝર નોટિસ આપી હોવાની માહિતી સામે આવી રહી છે.તો બીજી તરફ દહેજ પોલીસ પી.આઈ ઘટનાની વધુ તપાસ હાથધરી છે.હાલ જોવાનું એ રહ્યું કે દહેજ પોલીસ સમગ્ર બનાવ અંગે સત્ય શું બહાર લાવે છે તે જોવું રહ્યું.