google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeCrimeદાહોદ જિલ્લામાં લાંચિયા પોલીસકર્મીઓનો રાફડો ફાટ્યો : એક જ દિવસમાં ACBની બે...

દાહોદ જિલ્લામાં લાંચિયા પોલીસકર્મીઓનો રાફડો ફાટ્યો : એક જ દિવસમાં ACBની બે સફળ ટ્રેપ

- ઝાલોદના ચાકલીયા પોલીસ મથકના અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ASIને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનના પેથાપુર આઉટ પોસ્ટના એએસઆઈ દાહોદ એસીબી પોલીસના લાંચના છટકામાં ૧૫,૦૦૦ ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
દાહોદ જિલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે વધુ આવા જ એક વધુ એક બનાવ સામે આવ્યો છે.એક જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્ય વિરૂધ્ધમાં ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી.જે અરજીની તપાસ ચાકલીયા પોલીસ સ્ટેશન પેથાપુર આઉટ પોસ્ટના એએસઆઈ પ્રભુ સોમાભાઈ સંગાડા કરી રહ્યો હતો. આ અરજીના કામે એએસઆઈ પ્રભુએ જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્યોના જામીન લેવડાવેલ હોય તે હેતુથી અને અરજીના કામે બંન્ને પક્ષોને સમાધાન કરાવવા માટે એએસઆઈ પ્રભુએ જાગૃત નાગરિક પાસેથી ૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.જાગૃત નાગરિકે ઓછાવત્તી કરવા કહેતા એએસઆઈએ અંતે ૨૦,૦૦૦ આપવા જણાવ્યું હતું અને જેતે સમયે એએસઆઈને જાગૃત નાગરિકે મજબુરીમાં ૫,૦૦૦ આપી દીધાં હતાં અને બાકીના ૧૫,૦૦૦ ની માંગણી એએસઆઈએ જાગૃત નાગરિક પાસે કરતાં આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ ફરિયાદ જાહેર કરતાં બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં જાગૃત નાગરિકની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ એસીબી પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી.ડિંડોર તથા તેમની ટીમ દ્વારા ચાકલીયા પોલીસ સ્ટેશન આગળ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.જેમાં એએસઆઈ પોલીસ ચોકી રૂમમાં અંદરના ખંડમાં જાગૃત નાગરિક પાસેથી ૧૫,૦૦૦ની લાંચ લેતાં દાહોદ એસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ઘટનાને પગલે પનઃએકવાર દાહોદ જિલ્લા પોલીસ બેડમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ સંબંધે દાહોદ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બીજી ઘટના દાહોદ તાલુકામાં આવેલ દાહોદ રૂરલ પોલીસ મથકના એ.એસ.આઈ તથા પોલીસ મથકના વોટર મેન (પટાવાળા) દ્વારા એક વ્યક્તિના જામીન કરાવવા અંગે એક જાગૃત નાગરિક પાસેથી ૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરતાં આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેણે દાહોદ એ.સી.બી. પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને એ.સી.બી. પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકમાંજ છટકુ ગોઠવી પોલીસ મથકના વોટર મેન (પટાવાળા)ને ૧૦,૦૦૦ ની લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડયા છે.દાહોદ તાલુકા પોલીસ મથકના વર્ગ-૩ના એએસઆઈ નારણ રસુલ સંગાડા તથા તેની સાથેનો વર્ગ-4નો કર્મચારી જે દાહોદ તાલુકા પોલીસ મથકમાં વોટર મેન (પટાવાળા) તરીકે ફરજ બજાવતો કનુ રાવજી રાવત જે ફરજ બજાવી રહ્યો છે તેઓ દ્વારા એક જાગૃતના સગા ભાભીએ તથા તેઓના બીજા ભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે અરજી કરી હતી જે અરજીમાં જાગૃત નાગરિકના જામીન થઈ ગયા હતા.જે જામીન કરાવવાના અવેજ પેટે એએસઆઈ નારણે ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને એસીબી પોલીસને જાણ થતાંની સાથે ગતરોજ દાહોદ તાલુકા પોલીસ મથકમાંજ ગાંધીનનગરની એસીબી પોલીસની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં જાગૃત નાગરિક સાથે એએસાઈ નારણ તથા વોટરમેન (પટાવાળા) દ્વારા ૧૦,૦૦૦ ની હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગરની એસીબી પોલીસના હાથે દાહોદ તાલુકા પોલીસ મથકનો વોટર મેન (પટાવાળા) ૧૦,૦૦૦ ની લાંચની રકમ સાથે ગાંધીનગરની એસીબી પોલસીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં ખુદ દાહોદ તાલુકા પોલીસ મથકના અજાણ કર્મચારીઓ પણ એકક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા.આ સંબંધે ગાંધીનગરની એસીબી પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!