google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઅમદાવાદ : શંખેશ્વર ટાઉનશીપ માંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી...

અમદાવાદ : શંખેશ્વર ટાઉનશીપ માંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી

અમદાવાદ,
અમદાવાદ એસ.ઓ.જીની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપ માંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી.યુવતીનો બોયફ્રેન્ડ પણ દારુ સાથે ઝડપાયો હતો.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રગ્સ નું પ્રમાણ વધી રહ્યું છે.જોકે ડ્રગ્સની બદીને ડામવા પોલીસ પણ એટલી જ સક્રિય છે.એસ.ઓ.જીની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપ માંથી ડાન્સર યુવતી જ્યોતિબાલા પ્રજાપતિને ૮ ગ્રામ થી વધુની ૮૩,૦૦૦ ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યો છે.એસઓજીની ટીમે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!