ભરૂચ,
ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં ધોળા દિવસે સોના ચાંદીના દાગીના ધોવાનું કહી એક વૃધ્ધાની ત્રણ તોલાની બે બંગડીઓ બે બાઈક સવાર ઈસમો લઈને ફરાર થઈ ગયા હતા.ઘટના અંગેની જાણ વૃધ્ધાએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં કરતા પોલીસે માહિતી મેળવી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અનસૂયા વખાડીયા એકલવાયું જીવન જીવે છે.આજરોજ બપોરના સમયે તેઓ પોતાના મકાનમાં હાજર હતા તે સમયે એક બાઈક લઈને બે ઈસમો આવ્યા હતા.જેમણે તેમને તેમની સોનાની બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃધ્ધાને વાતોમાં ફસાઈ હતી.ત્યારે બાદ અનસૂયાબેને તેઓએ એક ઈસમને પરસેવો બહુ થતો હોય પાણી આપવાનું કહેતા તેઓ ઘરમાં પાણી લેવા ગયા બાદ તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ત્યાંથી તેમની અંદાજીત ત્રણ ટોલાની સોનાની બંગડીઓ લઈને રફચક્કર થઈ ગયા હતા.
અનસૂયા બહેનના કહેવા મૂજબ તેઓ ખબર નહિ શુ થઈ ગયું હતું કે આ ઘટના અંગે તેમના કઈ જ ખબર પડી ન હતી.પરતું થોડાં સમય પછી તેમને માલુમ પડ્યું હતું કે તેમના હાથની બે બંગડી ગાયબ હોય અને પેલા ઈસમો ત્યાં હાજર નહિ હોય તેમણે આસ પડોશમાં જાણ કરતા તેઓ તાત્કાલિક ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વૃધ્ધાની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથધરી છે.