google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, October 8, 2024
HomeGujaratભરૂચના દયાદરા દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ખાતે દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો

ભરૂચના દયાદરા દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ખાતે દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો

- કાર્યક્રમ દરમ્યાન તલબાઓને સનદ અર્પણ કરાઈ

ભરૂચ,

ભરૂચ તાલુકાના દયાદરા સ્થિત દારૂલ ઉલુમ નુરે મોહમ્મદીના છાત્રોની દસ્તારબંદીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમ મેળવનાર ૩૪ તલબાઓને સનદ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચના દયાદરા ખાતે આવેલ દારૂલ ઉલૂમ નુરે મોહમ્મદીથી ફાઝિલ,આલિમ,હાફિઝ,કારી, ઈમામના કોર્ષનો અભ્યાસ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સાદાતે કિરામ તેમજ ઓલમા અને મશાઈખે એઝામના હસ્તે દસ્તાર તથા સનદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના કિછોછાથી શેહઝાદએ ગાઝીએ મિલ્લત,હઝરત સૈયદ નૂરાનીમીયાં અશરફીયુલ જીલાની નાયબ સજજાદાનશીન આસ્તાનએ મોહદિશે આઝમે હિન્દ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે પોતાના અનોખા અંદાઝમા ઈસ્લાહી તકરીર ફરમાવી હતી.ઉપસ્થિત લોકોને તેમણે ધાર્મિક ઉપદેશ આપતા કહ્યુ હતુ કે ઈસ્લામે બતાવેલા રસ્તા પર ચાલો અને દુનિયાવી તાલીમ ની સાથે ઈસ્લામિક તાલીમ મેળવવી આજના સાંપ્રત સમય માં ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કુદરતને રાજી કરવા ના માર્ગ ને પસંદ કરશો તો તમે દુનિયા અને આખેરત બન્ને ઝીંદગીમાં જરૂર સફળતા પ્રાપ્ત કરશો.નુરાની બાવાના હસ્તે ડીગ્રી પ્રાપ્ત કરનાર આલિમ,ફાઝીલ  તેમજ કારી,ઇમામ અને હાફિઝ થનાર ભરૂચ જિલ્લા ઉપરાંત ખેડા,આણંદ, અમદાવાદ,વડોદરા, સુરત તેમજ કચ્છ અને મુંબઈના ૩૪ જેટલા છાત્રોને દસ્તાર સાથે સનદ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અલગ અલગ જગ્યાએથી પધારેલ સૈયદ સાદાતોએ સ્ટેજ પર બિરાજી કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.દસ્તારબંદી પ્રોગ્રામમાં અનેક ગામના લોકો એ હાજર રહી ધર્મગુરુઓના ઉપદેશ સાંભળી ધાર્મિક જ્ઞાન મા વધારો કર્યો હતો.દસ્તાબંધી ટાણે સનદ પ્રાપ્ત કરનાર તલબાઓ અને તેમના પરિવારજનો માં ખુશહાલી જોવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દયાદરાના દારૂલ ઉલુમ ખાતેથી ધાર્મિક શિક્ષણ મેળવી અનેક છાત્રો ધાર્મિક શિક્ષણ ની સાથે સમાજ સુધારણાના કામને અંજામ આપી રહયા છે.આ પ્રસંગે દયાદરા ના હઝરત સૈયદ ફરીદબાવા (સાબરી અઝીઝી),મૌલાના મુબારક અશરફી,સાદિક સાબરી દહેગામી,દારૂલ ઉલુમ ના નાઝીમે આલા સલીમ ચીસ્તી સહિત અનેક ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત સનદ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!