(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
વર્તમાન સમયમાં ઠેર ઠેર અને પરિવાર દીઠ લગભગ પરિવાર દીઠ વયસને પગ પેસારો કર્યો છે,ત્યારે આ આધુનિક સમયમાં આવનારી પેઢી વ્યસન મુક્ત રહે અને વર્તમાન સમયમાં જે વ્યસનના દુસણે ઘર કર્યું છે તેની સામે જાગૃતતા લાવવા માટે ઝઘડિયા એસટી ડેપોમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઝઘડિયા બ્રહ્માકુમારી સેન્ટરના હેતલબેન દ્વારા જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો,તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું વ્યસન એ પરિવાર સમાજ અને દેશનું સૌથી મોટું દુષણ છે, વર્તમાન સમયમાં વ્યસનનો ફેલાવો કેવી રીતે થાય છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યસનીનો સંગ, દરેક સ્થાનો પર વ્યસનોના પદાર્થો સરળતાથી મળી રહે છે અથવા સ્ટેટસ બનાવવા માટે આવા વ્યસનો કરવામાં આવતા હોય છે, કોઈક પ્રકારના દબાવમાં આવીને કોઈપણ વ્યક્તિ વ્યસની બની જતો હોય છે અથવા વધુ પડતા તાણ ના કારણે પણ વ્યસનોને ગળે લગાડતા લોકો હાલમાં જોવા મળે છે, આવા બધા કારણોસર વ્યસનનું જોર વધે છે, જેના કારણે કેન્સર જેવા રોગને આમંત્રણ મળે છે, બજારમાં કોઈ પણ વસ્તુ લેતા પહેલા તેની એક્સપાયર જોઈએ છે તો વ્યસનના પેકેટ પર કેન્સર ના ચિત્ર અને ચેતવણી જોઈને વ્યસન કરનાર વ્યક્તિ જાગૃત કેમ નથી થતા?વ્યસનના કારણે સમાજમાં ઘણી બધી બહેનો વિધવા અને બાળકો અનાથ બને છે, પૈસાની કમીના કારણે બાળકોનું ભણતર અટકે છે, પણ પૈસાના અભાવથી આજ સુધી વ્યસનીનુ વ્યસન નથી અટકતું તે એક મોટો પ્રશ્ન છે, ડ્રગ્સ ની ચુંગાલ ખૂબ જ ખતરનાક છે જેમાં ખર્ચાતો પૈસો આતંકવાદને પ્રોત્સાહિત કરે છે, જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે, માટે દેશ પ્રેમી બનો અને વ્યસન છોડો. વ્યસન છોડવા કે તેનાથી દૂર રહેવા માટે પોતાનામાં રહેલી કોઈ કળા આવડતનો વિકાસ કરી આગળ વધી શકાય, મેડીટેશન દ્વારા પણ મન મક્કમ બનાવી વ્યસન મુક્ત બનીએ, અને પોતાની જાત અને પરિવાર અને દેશને બચાવીએ. આ પ્રસંગે વ્યસન મુક્તિની પ્રદર્શની અને નાટકનું આયોજન પણ બ્રહ્માકુમારી ઝઘડિયા સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.