google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઝઘડિયાના કપલસાડી ગામની સીમ માંથી આધેડ પુરૂષનો મૃતદેહ મળતા ચકચાર

ઝઘડિયાના કપલસાડી ગામની સીમ માંથી આધેડ પુરૂષનો મૃતદેહ મળતા ચકચાર

પોલીસ તપાસ દરમ્યાન મૃતદેહ નવસારી જિલ્લાના દાંતી ગામના ૫૫ વર્ષીય પુરૂષનો હોવાનું બહાર આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાં એક ફાર્મ હાઉસની બાજુમાં આવેલ ખેતરમાંથી એક અજાણ્યા આધેડ પુરૂષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.ખેતર માલિક બાલુભાઈ ખુશાલભાઈ પટેલ રહે.ફુલવાડી તા.ઝઘડિયાનાએ આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો હતો.ઝઘડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામના ૫૫ વર્ષીય અનિલભાઇ રામાભાઈ પટેલનો હોવાની જાણ થઈ હતી.પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી.આ બાબતે વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક અનિલભાઇ ગત તા.૧૫ મીના રોજ મરોલી ખાતેથી ગુમ થયા હતા.પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઈ ભાળ મળી નહતી.વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હોઈ ચાર પાંચ દિવસ અગાઉ તેમનુ મોત થયું હોવાનું મનાય છે. તેઓ કયા સંજોગોમાં ગુમ થયા,તેમનું મોત કયા કારણસર થયું તેમજ છેક નવસારી જિલ્લાના આ ઇસમનો મૃતદેહ ભરૂચના ઝઘડિયા તાલુકામાં કેવી રીતે મળ્યો તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે અને પોલીસ તપાસ બાદ ઘટના અંગેની વિગતો બહાર આવશે એમ માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!