google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાના કારણે જળચર જીવોના મોત

ઝઘડિયાના રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાના કારણે જળચર જીવોના મોત

- સિલિકા પ્લાન્ટો તથા ખાણો માંથી નીકળતા દુષિત પાણી ખાડીમાં છોડવામાં આવતા હોવાની ચર્ચા : પાણીના નમૂના લઈ દંડનીય કાર્યવાહીમાં જીપીસીબી જોડાઈ

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકા માંથી વહેતી નાની મોટી ખાડીઓ જીઆઈડીસીના પ્રદુષિત પાણીના કારણે તથા ઝઘડિયા – રાજપારડી વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટો તથા ખાણો માંથી નીકળતા પાણી ઉદ્યોગ સંચાલકો દ્વારા ભૂંડવા ખાડી તથા રતનપુર વાળી ખાડીમાં ઉપરના વિસ્તાર માંથી છોડી દેવામાં આવતા હોવાની ફરિયાદો અનેકવાર ઊઠવા પામી છે.
આજરોજ સવારે રતનપુર ગામ પાસે ના સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરના પુલની નીચે પાણી અત્યંત પ્રદૂષિત અને દુર્ગંધ મારતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ખાડીના કિનારે જઈ જોતા અસંખ્ય જળચર જીવો અને માછલીઓ મૃત હાલતમાં ખાડીના પાણીમાં જણાય આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે રતનપુર ખાડીમાં રતનપુર તેમજ આજુબાજુના ગામના ઢોરઢાખળ પાણી પીતા હોય છે ત્યારે આવા પ્રદુષિત પાણીના કારણે મૂંગા પશુઓના જીવ સામે પણ જોખમ તોળાઈ રહ્યું છે.આજરોજ રતનપુરની ખાડીમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે ટેલીફોનિક જાણ કરી પાણીના નમુના લેવાની રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરી તેની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!