Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratદેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ માંથી છૂટી બહાર આવતા સમર્થકોમાં ખુશી

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ માંથી છૂટી બહાર આવતા સમર્થકોમાં ખુશી

- પત્ની શકુંતલા બેનના જામીન મન્જુર થયાં ન હોઈ આજે એકલા ચૈતર વસાવા રાજપીપલા જેલ માંથી બહાર આવ્યા - તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહીત હજારોની જનમેદની ઉમટી સમર્થકોએ ફુલહારથી સ્વાગત કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપલા જેલ માંથી છૂટ્યા હતા.પત્ની શકુંતલા બેનના જામીન મંજુર થયાં ન હોઈ આજે એકલા ચૈતર વસાવા રાજપીપલા જેલ માંથી બહાર આવ્યા હતાં.તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહીત તેમના સમર્થકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું.જીતનગર રોડ પર હજારોની જનમેદની ઉમટી મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા બેરિકેડ તોડી સમર્થકો સન્માન કરવા દોડયા હતા.એક રોડ શો જેમ જેલ બહાર માહોલ બન્યો હતો.આદિવાસી સેર આયાના નારા લાગ્યાહતા.મોટી સંખ્યા માં ભીડ બે કાબૂબની હતી. પોલીસ પણ મજબૂર બની હતી.
રાજપીપલા જેલ માંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપલા અને ડેડીયાપાડા મોવી ખાતેપહોંચી તેમના પરિવારને મળ્યાં હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ચૈતર વસાવા પોતે ભરુચ લોકસભા બમણા જોરથી લડશે એમ જણાવ્યું હતું.મને મારા પરિવારને રાજકીયસ આ ષડયંત્રથી ફસાવવામાં આવ્યા હતા.અમે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરીશું.ભરૂચ બેઠક પર કોંગ્રેસ કે આપનું ગઠબંધન રાષ્ટ્રીય લેવલે જે નક્કી થશે તેના સ્વીકારીશું.ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મારી ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે હું મજબૂત ઉમેદવાર છું.હું ગાંધીનગર મારાં કવારટમાં રહીશ.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે શરતી જામીન પર છુટકારો થયો હતો.ચૈતર વસાવા 40 દિવસથી જેલમાં હતા.
વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.દરમ્યાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા.દરમ્યાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી.જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે.જે.ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી.
નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ નેહલકુમાર જોષીએ બન્ને પક્ષોની દલીલો સાંભળી ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતાજેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં.તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે.જેના સરનામાં અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે.એ ઉપરાંત રૂપિયા 1,00,000 ના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની પેહલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહિ સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.તેમની સામે વનકર્મીને માર માર્યાની ધમકી આપી અને એકરાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો હતો.તેમને મળવા રાજપીપલા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!