google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratદેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન બદલ ગયા ઈન્સાન...

દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન બદલ ગયા ઈન્સાન : દેડીયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવ્યો તો થઈ ગયા ઘરે ભેગા

- સાંસદ મનસુખ વસાવાની ગાળોએ ઘરના આઠ સભ્યોનું પાલન પોષણ કરતા યુવાનની રોજગારી છીનવી?

ભરૂચ,
હવે રાજકીય નેતા વિષે ટિપ્પણી કરવી સરકારી અધિકારીઓ માટે સસ્પેન્ડ થવાનું કારણ બની રહી છે.દેડિયાપાડાના એક શિક્ષકે પોતાની સાચી વેદનાનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર મુકતા સરકારી પ્રાથમિક શાળા માંથી વિડીયો બનાવનાર શિક્ષકને સસ્પેન્ડ લેટર મળી ગયો અને એટલા જ માટે એક પંકિત અહીં યાદ આવે છે “દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન બદલ ગયા ઈન્સાન” અને આ કિસ્સો સરકારી કર્મચારીઓ માટે પણ ગંભીર બની ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે ભારજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલ ગામ પાનખલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો ને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષ થી સેવા આપી રહ્યા હતા.
સોશ્યલ મીડિયાના જમાનામાં સાચી વાત મુકવી દરેક નાગરિકો અધિકાર છે અને વિક્સિત ગુજરાતમાં વિકાસથી વંચિત જીલ્લાના લોકો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડતા હોય છે.છેવાડાના જિલ્લામાં એટલે કે દેડીયાપાડાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ તેઓ પરેશાન હતા અને તેઓ જાતે પાણી માથે ધડા,દેગડા ભરી ને લાવતા હતા અને પાણીની સમસ્યા ગંભીર હતી અને આ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે શિક્ષકે પોતાની વેદના સોશ્યલ મીડિયાના માધ્યમથી છ ટર્મ થી સાંસદ પદે બિરાજમાન મનસુખ વસાવાને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.શિક્ષક ભારજી વસાવાએ ખોટું શું કર્યું.છ ટર્મથી સાંસદ પદ ઉપર રહેલા મનસુખ વસાવા એક પાણી ની સમસ્યા હલ ન કરી શકે પણ એક શિક્ષકની સમસ્યા હલ કરવાના બદલે શિક્ષકને વિડીયો બનાવવા બદલ ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર અને સવાર થતા જ શાળા એ ગયેલા શિક્ષક ને પ્રાર્થના બાદ શિક્ષકને જાણવા મળ્યું જે તમે શાળાના નિયમ વિરુદ્ધ કામ કર્યું છે એટલા માટે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ લેટર જોતા જ શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા.કારણ કે શિક્ષકની કમાણી ઉપર પરિવારના આઠ સભ્ય નું ઘર ચાલતું હતું અને સસ્પેન્ડ લેટર બાદ શિક્ષકે પણ પોતાની વેદના રજુ કરી હતી.
સાંસદ મનસુખ વસાવા તમે જન પ્રતિનિધિ છો. લોકો ની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે. તમારી ભાજપ સરકાર ના રાજ માં યુવાનોને ભલે રોજગારી આપી ન શક્યા હોય પણ જે યુવાનો શિક્ષિત છે અને કોન્ટ્રાકટ પ્રથામાં કામ કરી રહ્યા હોય તેવા યુવાઓની રોજગારી પર લાત મારવાનો તમને અધિકાર નથી.આ યુવા પોતાના પરિવાર ના 8 જેટલાં સભ્યો નું પાલનપોષણ કરે છે.તમારા થી ભલે કોઈ નું સારુ કામ ન થાય પણ આદિવાસી સમાજ નો દીકરો ભારજી વસાવા સાથે જે તમે એક આદિવાસી થઈને આવું કૃત્ય કર્યું છે તે ખુબજ નિંદનીય છે. ભરૂચ લોકસભાની જનતાને આવા નેતાઓ ની જરૂર નથી જે કોઈ ની રોજગારી પર લાત મારે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમલેશ્વર ગામમાં પ્રચાર અર્થે જતા જ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.જરના કારણે મોબાઈલની ટોર્ચના અજવારે લોકો સાથે સભા સંબોધવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ટાણે બે આદિવાસી નેતા વચ્ચે ટક્કર જામી રહી છે અને આપ અને ભાજપના ઉમેદવારો મામા – ભાણેજ હોય પણ કિસમે કિતના હે દમ માટે ગણતરી બાદ ખબર પડશે.ચૈતર વસાવાએ પણ ફિલ્મી ડાયલોગમાં કહ્યું કે અપના ટાઈમ આયેગા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!