(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જીલ્લાના દેડીયાપાડા હાટ બજારમાં દરજીની દુકાનમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.જેમાં દુકાનનો સામાન આગમાં બળી ગયો હતો.આગ લાગતાં રૂ.૩૪,૮૦૦ નું નુકશાન થયાના અહેવાલ છે.
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા હાટ બજારમાં આવેલી દરજીની દુકાનમાં અચાનક આગ લાગતાં દુકાનનો સામાન આગમાં બળી જતાં નુકશાન થયું છે. સુકલાલભાઈ જાતરભાઈ વસાવા રહે.ઈદલાવી તા.દેડીયાપાડાએ આપેલી ફરિયાદ મુજબ તેમની દેડીયાપાડા હાટ બજાર રોડ ઉપર આવેલવનીતાબેન રસીકભાઈ વસાવાની જગ્યામાં ટેલરની દુકાન કરેલ છે તે દુકાનામાં આકસ્મીક રીતે આગ લાગવાથી તેમની દુકાનમાં મુકેલ ત્રણ સીલાય કરવાના મશીન તેમજ બે ફોલ ટીશ મશીન હતા.કુલ રૂ.૩૪,૮૦૦ નુકશાન થયું હોય પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
દેડીયાપાડાના હાટ બજારમાં દરજીની દુકાનમાં આકસ્મિક આગ
- આગ લાગતાં રૂ.૩૪,૮૦૦ નું નુકશાન દુકાનનો સામાન આગમાં બળી ગયો - દુકાનમાં મુકેલ ત્રણ સીલાઈ કરવાના મશીન તેમજ બે ફોલ ટીકો મશીન હતા