google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- બસ,૧૦૮,એમ્બ્યુલન્સ, સબ વાહિની જેવી આવશ્યક સેવાઓ માટે મોવી દેડિયાપાડારોડ (એસ.એચ.૧૬૦) ચાલુ રાખવા બાબતે રજુઆત કરી - આ રૂટ ચાલતી બસ,૧૦૮-એમ્બ્યુલન્સ,સબવાહિની જેવી આવશ્યક સેવા માટે પણ નેત્રંગ થઈ જવાનો વારો આવતા મુશ્કેલી : બહેનોની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સાઓ સામે આવ્યાં

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નર્મદાનેબસ,૧૦૮,એમ્બ્યુલન્સ, સબ વાહિની જેવી આવશ્યક સેવાઓ માટે મોવી દેડિયાપાડા રોડ (એસ.એચ.૧૬૦) ચાલુ રાખવા બાબતે આવેદનપત્ર આપ્યું છે.જેમાં જણાવેલ વિગત અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના પત્ર જા.ન.

એમએજી / જાહેરનામું ૮૯૧૧ ૨૦૨૪  તા. ૦૪/૦૭/૨૦૨૪ મોવી દેડિયાપાડા રોડ (એસ.એચ.૧૬૦) રોડના રિપેરીંગના કામ માટે સદરહુ રોડ ને તા.૦૪/૦૭/૨૪ થી ૩૦/૦૯/૨૪ સુધી વાહન વ્યવહાર બંધ કરી દેડિયાપાડાથી રાજપીપળા જતા વાહનોને દેડિયાપાડા-નિવાલ્દા- નિંગટ- નેત્રંગ થઈ મોવી તથા રાજપીપળા થી દેડિયાપાડા જતા વાહનોને મોવી- ખરાટા- કાંટીપાડા-નેત્રંગ થઈ દેડીયાપાડા ડાયવર્ઝન આપી ડાયવર્ટ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાથી કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન રાજપીપળા અને પોલીસ અધિક્ષક નર્મદાની સુચનાથી મોવી અને દેડિયાપાડા ખાતે લોખંડની ચેનલો અને એંગલો પણ ઉભી કરવામાં આવી છે જેને કારણે આ રૂટ ચાલતી બસ,૧૦૮-એમ્બ્યુલન્સ,સબવાહિની જેવી આવશ્યક સેવા માટે પણ નેત્રંગ થઈ જવું પડે છે જેને કારણે ઈમરજન્સી કેસ રસ્તે મૃત્યુ પામતા હોય છે.કેટલાક બહેનોની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સા ઓ સામે આવ્યા છે મોવીથી દેડિયાપાડા રૂટ પરના ગામડાઓના આપડાઉન કરતાવિદ્યાર્થીઓ અને મકાન બાધકામ મટીરીયલ અને ખેતી સામગ્રી લાવવા લોકોને ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે.જેવી સ્થાનિક લોકોની રજુઆતો અમારી સમક્ષ આવેલી છે.આમ આવશ્યક સેવાઓ બસ, ૧૦૮-એમ્બ્યુલન્સ, સબવાહિની અને આ રૂટ પર આવતા ગામડાઓમાં મકાન બાંધકામ મટીરિયલ અને ખેતી સામગ્રી માટે મોવી દેડિયાપાડા રોડ ખુલ્લો રાખવા ઘટતી કાર્યવાહી કરવા આવેદનપત્ર દ્વારા રજુઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!