(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર ચૈતર વસાવાનો 36 દિવસના જેલવાસ બાદ શરતી જામીન પર છુટકારો થયો છે.
વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.દરમ્યાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.તેઓના ૩ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ૧૮ ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા હતા. દરમ્યાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
બીજી તરફ ૧૦ જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફે ૩ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ અધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી.જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે.જે.ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી.નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ નેહલકુમાર જોષીએ બન્ને પક્ષોની દલીલો સાંભળી આજે સોમવારે ચૈતર વસાવાને ૧૨ શરતોએ જામીન મુક્ત કર્યા હતા.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં.તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે.જેના સરનામાં અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે.રૂપિયા ૧,૦૦,૦૦૦ ના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે.તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની પેહલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહિ સહિતની ૧૨ શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.૨૩ જાન્યુઆરીના રોજ ચૈતર વસાવાને જેલ માંથી મુક્ત કરવામાં આવશે.હાલ ચૈતર વસાવાદોઢ મહિનાથી રાજપીપલા નજીક આવેલ જીતનગર જેલમાં છે.તેમની સામે વનકર્મીને માર માર્યાની ધમકી આપી અને એકરાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો હતો.નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ માં જામીન અરજી મુકવામાં આવી હતીહાઈકોર્ટે તેમના જમીન
નામંજુર કર્યાં હતા.તેમને મળવા રાજપીપલા જેલમાં દિલ્હીના મુખ્યમઁત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી.