google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે નર્મદા જિલ્લાના વિકાસના કામો અંગે મહત્વના પાંચ પ્રશ્નો...

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે નર્મદા જિલ્લાના વિકાસના કામો અંગે મહત્વના પાંચ પ્રશ્નો ઉઠાવ્યા 

- જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ પ્રશ્નોના જવાબ ન આપી શકતા કલેકટર કચેરી સામે ધરણાની આપી ચીમકી - ફફડી ઉઠેલા અધિકારીઓએ સાત દિવસમાં જવાબ આપવાની આપી ખાતરી : સાત દિવસમાં જવાબ નહીં મળે તો કલેક્ટર કચેરી સામે ઉઘરા આંદોલનની આપી ચીમકી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

આજ રોજ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની મહત્વની બેઠક મળી હતી.તેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસાવાએ નર્મદા જિલ્લાના પાંચ જેટલા મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા.તેનો જવાબ અધિકારીઓ આપી શક્યા નહોતા જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ પ્રશ્નોના જવાબ ન આપી શકતા કલેકટર કચેરી સામે ધરણાની ચીમકી આપી હતી.

ફફડી ઉઠેલા અધિકારીઓએ સાત દિવસમાં જવાબ આપવાની ખાતરી આપતાં સાત દિવસમાં જવાબ નહીં મળે તો કલેક્ટર કચેરી સામે ઉગ્ર આંદોલનની આપી ચીમકી હતી.અધિકારીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો.જેમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પૂરતા ઓરડાઓ નથી.કાયમી શિક્ષક વાળી કેટલી શાળાઓ છે?એ ઉપરાંત ચેકડેમ,જૂથ કુવા,ઉદ્દવહન સિંચાઈ યોજનાનો નિવિદા વર્ક ઓર્ડર ક્યારે અને કઈ સંસ્થાઓને આપવામાં આવ્યો અને કેટલી 

રકમ ચૂકવી છે?તથા દેડીયાપાડા-સાગબારા વર્ષ ૨૦૨૩-૨૪ ના આયોજનમાં કયા પદાધિકારી અને

અધિકારીઓના કેટલા કામો મંજુર કરવામાં આવ્યાંછે તેની માહિતી માંગી હતી.નર્મદા વન વિભાગ દ્રારા છેલ્લા બે વર્ષમાં દેડીયાપાડા અને સાગબારા તાલુકાની રેન્જોમાં વિવિધ ફાળવેલી ગ્રાન્ટ મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડનાર એજન્સી અંગે સવાલો કરી લેખિત માહિતી માંગી હતી.

આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પાંચ દિવસ પહેલા મેં આ પાંચ સવાલો કલેકટરને આપ્યા હતા એના જવાબો આ લોકો આપી શક્યા નથી. જેમાં નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડરો વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યાનો ગંભીરઆ ક્ષેપ કર્યો હતો. એજન્સીને ચૂકવણા કરી દીધા છે પરંતુ સ્થળ પર આજે કામ દેખાતા નથી.મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ટીડીઓ અને ડીડીઓ એજ એજન્સીને ફરીથી રીન્યુ કરે છે.આવું તો મનરેગામાં કોઈ ગાઈડલાઈન નથી અને કોઈ મટીરીયલ પણ પૂરું પાડ્યું નથી.આ અધિકારીઓ એમના લાગતા વળગતા એજન્સીઓને કરોડો રૂપિયાની લ્હાણી કરી રહ્યા છે.જ્યારે વન વિભાગમાં છ વર્ષમાં એક પણ ટેન્ડર થયું નથી. કોના ઈશારે આ બધું ચાલી રહ્યું છે?

મનરેગામાં સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં કેમ નવી એજન્સી કે ટેન્ડર મંજુર નથી કરતા? કે આમાં અધિકારીઓની મિલિભગત હોવાનું તેમણે જણાવ્યું હતું.સિંચાઈ વિભાગ એ કોઈપણ ટેન્ડર વગર ૫.૫૨ કરોડ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા છે.નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો હોવા છતાં અધિકારીઓ જરા પણ ગંભીર નથી. કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે. આજે અંગે જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછતા જવાબ પણ આપી શક્યા નથી.ત્યારે મેં કલેકટરને જિલ્લા કલેકટર કચેરી ખાતે ધાણા પર બેસવાની ચિંમકી ઉચ્ચારી છે.મારી જિંદગીથી ગભરાયેલા અધિકારીઓ કલેકટર અને એસપી સાહેબે મને સાત દિવસનો સમય આપ્યો છે જો સાત દિવસોમાં મારા પ્રશ્નનો જવાબ નહીં આવે તો આગામી દિવસોમાં કલેકટર કચેરી સામે ઉપગ્રહ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!