google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratભરૂચ અને જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અજહારીને મુક્ત...

ભરૂચ અને જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અજહારીને મુક્ત કરવા માંગ

- ભરૂચમાં જીલ્લા કલેકટર અને જંબુસરમાં આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ,                     

ભરૂચ જીલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જીલ્લા કલેકટરને પાઠવી મુસ્લિમ સમાજનાં ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અજહારી સામે  પાસા હેઠળ થયેલ કાર્યવાહી માંથી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી.

જીલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે મુસ્લિમ સમાજના જાણીતા ધરમ ગુરૂ જેવો હરહંમેશ ઈસ્લામ ધર્મનાં પ્રચારમાં અને સમાજ સેવા માં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અજહારી વિરુદ્ધ થોડા દિવસો અગાઉ ગુજરાત પોલિસે વિવિધ ગુનાહ હેઠળ ફરિયાદ દાખલ કરી પોલિસ વિભાગ દ્વારા જુનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે ત્રણ જુદી જુદી F.I.R.કરેલ સ્થાનમિક કોર્ટ એ સમયે જામીન મુક્ત કર્યા હતા.કાર્યવાહીના થોડાક કલાક બાદજ પોલિસે  ફરીથી તેમને ટાર્ગેટ બનાવી કાયદાનો દૂરઉપ્પયોગ કરી પાસા હેઠળ કાર્યાવહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવેલ.જેથી ભરૂચ જીલ્લાના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય જેથી ભરૂર મુસ્લિમ સમાજ પર આની માઠી અસર થઈ છે.તાત્કાલિક ધોરણ ધર્મગુરુ મુક્તી સલમાન અજહારી ઉપર લાગેલ કલમો દૂર કરી વડોદરા સેન્ટ્રલ જેલ થી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફતી સલમાન અઝહરીને પાસા માંથી મુક્ત કરવા તથા ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ્દ કરવા અંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુને પાસા માંથી મુક્ત કરવા તથા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય રદ્દ કરવા જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું.

જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ ભુરીયા બાપુ તથા સૈયદ અનવર બાપુની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં મૌલાના અખ્તર,મૌલાના ઈબ્રાહીમ, હનીફભાઈ શેખ, હાફેજ ઈલ્યાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ જે હર હંમેશ ઈસ્લામ ધર્મના પ્રચાર,પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફતી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જુનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરી મુંબઈના નિવાસ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.અને નામદાર કોર્ટે સમયાંતરે જામીનમુક્ત કર્યા છે.પરંતુ મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં રાગ દ્વેષ,મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા તથા પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાત દોહરાવેલ, દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક,આર્થિક, સામાજિક સ્થિતિએ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે. જેને લઇ યુપીએ સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી.લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે.આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી ગુણવત્તા યુક્ત લઘુમતી વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારીઓથી વંચિત રહેશે.સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત છે.લઘુમતીઓના સમાન વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે. જે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા વિનંતી કરવામાં આવી છે.આવેદનપત્ર આપવા શાકીરભાઈ મલેક, જાવીદભાઈ તલાટી સહિત અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!